સ્કૂલના બાળકોને ફર્સ્ટ એઇડ કિટ અપાઇ
જે.સી.આઇ.રાજકોટયુવા ટીમે શુક્રવારે બપોરે સેન્ટ મેરી સ્કૂલ, જી.ટી.શેઠ સ્કૂલમાં ચાલતી વેન, રિક્ષા તેમજ રસ્તે નીકળતા વાહનચાલકોને 251 ‘સહાયમ’ ફર્સ્ટ એઇડ કિટ વિતરણ કરી હતી.
ઘણીવાર સ્કૂલમાં રમતા બાળકોને ઇજા થતી હોય છે. ત્યારે તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી જે.સી.આઇ.યુવા ટીમે સ્કૂલમાં ચાલતી વેન, રિક્ષા અને ટુ વ્હીલર ચાલકોને 251 ‘સહાયમ’ ફર્સ્ટ એઇડ કિટનું શુક્રવારે બપોરે સેન્ટ મેરી સ્કૂલ, જી.ટી.શેઠ સ્કૂલ તેમજ કે.કે.વી.ચોકમાં વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં પ્રમુખ ગિરીશભાઇ ચંદારાણા, રચનાબેન રૂપારેલ, ટ્વિંકલ ચંદારાણા, ચિરાગ દોશી, કુંજલ શિંગાળા, રીમા શાહ, શીલુ ચંદારાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.