• Gujarati News
  • National
  • રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહેનાર સોસાયટીના ગાર્ડ પર છરીથી હુમલો

રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહેનાર સોસાયટીના ગાર્ડ પર છરીથી હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીમોટાભાગની સોસાયટી, એપાર્ટમેન્ટમાં સુરક્ષા અને સલામતી માટે મુખ્ય ગેટ પર સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે,તેમજ બહારથી આવતા મહેમાનોના નામ, વાહન નંબર અને કોને મળવા આવ્યા છે તેની રજિસ્ટરમાં ફરજિયાત નોંધ કરાવાય છે. સાધુવાસવાણી રોડ પર ઓસ્કાર સિટીમાં શુક્રવારે સાંજે સ્કૂટર પર આવેલા 3 શખ્સ રજિસ્ટરમાં આવક જાવકની એન્ટ્રી કરવાનું કહેનાર સિક્યોરિટી ગાર્ડ ઉપર હુમલો કરી છરીના 3 ઘા ઝિંકીને નાસી ગયા હતા. નાસી ગયેલા શખ્સો કોણ હતા. સોસાયટીમાં કોને અને શા માટે મળવા આવ્યા હતા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

રૈયા રોડ પર ઇન્ડિયન પાર્ક આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા દિલીપ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.25) નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઓસ્કાર સિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે સોસાયટીમાં બહારથી આવતા દરેક વ્યક્તિના નામ, નંબર અને કોને મળવા આવ્યા તેની એન્ટ્રી કરાવવાનો નિયમ છે. શુક્રવારે પોતે ઓસ્કાર સિટીમાં ફરજ પર હતો ત્યારે સાંજે 5 કલાકે એક્ટિવા સ્કૂટર પર 3 શખ્સ સીધા અંદર જઇ બિલ્ડિંગની નીચે આટો મારી નીકળી રહ્યા હતા ત્યારે તેને રોક્યા હતા અને રજિસ્ટરમાં ટાઇમની એન્ટ્રી કરવા કહ્યું હતું, એન્ટ્રી કરવાનું કહેતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. તેમજ બે શખ્સ નેફામાંથી છરી કાઢીને હાથ કાંડા અને સાથળકમાં 3 ઘા મારી દીધા હતા. હુમલો કરીને ત્રણેય શખ્સ સ્કૂટરમાં ભાગી ગયા બાદ પોતે સિક્યોરિટી એજન્સીના સૂપરવાઇઝર પ્રહલાદસિંહ અને જયદીપભાઇએ જાણ કરતા બન્ને તેેને ખાનગી તબીબ પાસે સારવાર કરાવી સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા.

સાધુવાસવાણી રોડ પર ઓસ્કાર સિટીમાં બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...