મોઢવણિક યુવા ગ્રૂપ, મોઢ વણિક સમાજ, મોઢ વણિક મહાજન
મોઢવણિક યુવા ગ્રૂપ, મોઢ વણિક સમાજ, મોઢ વણિક મહાજન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મોઢ વણિક જ્ઞાતિના 6 થી 13 વયના બાળકો માટે નિ:શુલ્ક બાળ સંગમ કાર્યક્રમ 2017 યોજાયો હતો. જ્ઞાતિના 200 બળાકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાળકોએ જમ્પીંગ જોકર, ફુગ્ગાની નિશાનબાજી સહિતની રમતમાં પોતાની ક્ષમતાને પૂરવાર કરી હતી. સમારોહમાં કિરેનભાઇ છાપિયા, કેતનભાઇ મેસવાણી, જીતુભાઇ વોરા, નીતિનભાઇ વોરા, મુકેશભાઇ પારેખ, જયેન્દ્રભાઇ મહેતા, સુનિલભાઇ બખાઇના હસ્તે ધર્મેશભાઇ કલ્યાણી, વરૂણભાઇ પટેલ, તેજસભાઇ બખાઇ, મૌલિકભાઇ મહેતા, દેવાંશુભાઇ મહેતાનું મોમેન્ટો, શિલ્ડ આપી બહુમાન કરાયું હતું. બાળકોને ભેટ સ્વ.પ્રફુલભાઇ હિંમતભાઇ વોરા તરફથી અને અને 21 હજારની સહાય સ્વ.કાંતાબેન કૃષ્ણલાલ વડોદરિયા પરિવાર તરફથી કનુભાઇ પારેખ રાજકોટે અર્પણ કરી હતી. તબીબી સાધનો માટે સહાય અપાઇ હતી. અધ્યક્ષ સ્થાને વિક્કીભાઇ ગાંગડિયા હાજર રહ્યા હતા.