• Gujarati News
  • National
  • ડબલ ટ્રેકનું 21 કિમી કામ એક વર્ષમાં પૂર્ણ થશે :ડીઆરએમ

ડબલ ટ્રેકનું 21 કિમી કામ એક વર્ષમાં પૂર્ણ થશે :ડીઆરએમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

સુરેન્દ્રનગરથીરાજકોટ વચ્ચે ડબલ ટ્રેકનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કુલ 116 કિમી પૈકી હાલમાં સુરેન્દ્રનગરથી દલડી વચ્ચે 58 કિમીના કામનો આરંભ કરવામાં આવ્યો છે. 31 માર્ચ 2018 સુધીમાં 21 કિમીનું કામ પૂર્ણ થશે તેમ ડીઆરએમ અનુરાધા મુખેડકરે જણાવ્યું હતું. કોઠી કંપાઉન્ડમાં બુધવારે રેલવે સલાહકાર સમિતિની બેઠક ડીઆરએમની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં 12 પૈકી 7 સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચેમ્બરની એક્સપોર્ટ કમિટીના ચેરમેન પાર્થ ગણાત્રાએ પ્લેટફોર્મ નં.2 અને 3 પર બે વર્ષથી બંધ કોચ ઇન્ડિકેટર અંગે સવાલ ઉઠાવ્યો હતો. જ્યારે ઉદય એક્સપ્રેસ દિવાળી પર્વ ઉપર શરૂ થવાની સંભાવના હોવાનો જવાબ અપાયો હતો. હરિદ્વાર માટેની ટ્રેનમાં 11 કોચ વધારવાની માગણી સામે પ્રપોઝલ મોકલાયાનું જણાવ્યું હતું. જ્યારે હરિકૃષ્ણ જોશીએ સૌરાષ્ટ્ર જનતા મોડી દોડે છે તે સમયસર દોડાવવા, જાહેર યુરિનલ રાજકોટ પ્લેટફોર્મ પર તૈયાર છે તેનો ઉપયોગ શરૂ કરવા માગણી કરી હતી. ઓખાના દીપકભાઇ રવાણીએ ઉદય એક્સપ્રેસ ઓખાથી દોડાવવા, ઓખા પ્લેટફોર્મ નં.1ને લંબાવવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...