તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવાનું કહી રૂ.26.75 લાખની છેતરપિંડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવાનું કહી રૂ.26.75 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડોક્ટરે પોતાના પુત્રને એમ.ડી.માં એડમિશન અપાવવા માટે સંપર્ક કર્યો’તો

મહારાષ્ટ્રના ધૂલિયાની કોલેજમાં એડમિશન લઈ દેવાની ખાતરી આપી’તી

મેડિકલકોલેજમાં એડમિશન મેળવવાની લહાયમાં વધુ એક વ્યક્તિ સાથે લાખોની છેતરપિંડી થઇ હતી. રાજકોટમાં રહેતા તબીબે પોતાના ડોક્ટર પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે મેડિકલ કોલેજમાં અેડમિશન અપાવવા માટે વડોદરાના શખ્સનો કરેલો સંપર્ક રૂ.26.75 લાખમાં પડ્યો હતો. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતા અને ચોટીલાના શિવમ નર્સિંગ હોમમાં ફરજ બજાવતા ડો.રશ્મિકાંતભાઇ મનસુખલાલ ત્રિવેદી (ઉ.વ.64)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વડોદરામાં તરસાલી રોડ પરની વૃજવિહાર સોસાયટીમાં રહેતા હાર્દિક દિનેશ પંચાલનું નામ આપ્યું હતું. ડો.રશ્મિકાંતભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર જય એમબીબીએસ પૂરું કર્યા બાદ તેને એમડીમાં એડમિશન લેવાનું હતું, દરમિયાન હાર્દિક પંચાલે અખબારમાં જાહેર ખબર છપાવી હતી અને મહારાષ્ટ્રના ધૂલિયાની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાનું કામ કરતો હોવાનું દર્શાવ્યું હતું.

જાહેરખબરના આધારે ડો.રશ્મિકાંતે તેનો સંપર્ક કરતા હાર્દિકે એડમિશન અપાવવાની ખાતરી આપી હતી અને નક્કી થયા મુજબ તે ડો.રશ્મિકાંત ત્રિવેદીના ઘરે રાજકોટ આવ્યો હતો અને એડમિશન પેટેના રૂ.5 લાખ મેળવી તે અંગેનું સ્ટેમ્પપેપર પર લખાણ પણ કરી દીધું, બાદમાં બાકીની રકમ ડો.ત્રિવેદીએ કટકે-કટકે કુરિયરથી મોકલી આપી હતી. એડમિશન પેટે રૂ.55 લાખ ચૂકવવાનું નક્કી થયું હતું અને તે પેટે રૂ.26.75 લાખ ચૂકવાઇ ગયા હોવા છતાં એડમિશનની કોઇ કાર્યવાહી નહીં થતા ડો.ત્રિવેદીએ વડોદરા જઇ હાર્દિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. હાર્દિક તો મળ્યો નહોતો, પરંતુ તેના પરિવારજનોએ પણ યોગ્ય વ્યવહાર નહીં કરતાં ડો.રશ્મિકાંતભાઇને પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો અને અંતે અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાર્દિક પંચાલ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો