તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટમાં આજે સાંજથી નોન સ્ટોપ 30 કલાક સુધી દેશભક્તિ ગીત ગૂંજશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં આજે સાંજથી નોન સ્ટોપ 30 કલાક સુધી દેશભક્તિ ગીત ગૂંજશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મહાપાલિકા દ્વારા 15મી ઓગસ્ટની અનોખી ઉજવણી

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મનપારાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં નવીનતમ કાર્યક્રમ લાવ્યું છે. વખતે કરાઓકે સાઉન્ડ સિસ્ટમ પર નોનસ્ટોપ 30 કલાક સુધી ગુજરાતી-હિન્દી દેશભક્તિના ગીતનું ભવ્યાતિભવ્ય આયોજન કર્યું છે. રાજકોટના શ્રેષ્ઠ એવા કરાઓકે ગ્રૂપના ગાયક કલાકાર પર્ફોર્મન્સ આપવાના છે.

મનપાની સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કેે, રાજકોટમાં સંખ્યાબંધ એવા કરાઓકે ગ્રૂપ અને તેમાં સારામાં સારા ગાયક કલાકારો છે. આમઆદમીને ભાગ્યે ખબર હશે કે રાજકોટના નામાંકિત તબીબો, આર્કિટેક્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ કરાઓકે ગાયક કલાકાર છે. તમામને સ્ટેજ પર ગીત ગાતા જીવંત નિહાળવાનો લહાવો રાજકોટવાસીઓને મળશે. કરાઓકે નોન સ્ટોપ 30 કલાક દેશભક્તિનો કાર્યક્રમ બાલભવનના મેદાનમાં તા.14મીએ સાંજે 6 વાગ્યાથી શરૂ થશે અને તા.15મીએ રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. આયોજન માટે સ્માર્ટ સિટી મિશનના કમિટી મેમ્બર જીતુભાઇ ગોટેચા, પરિમલભાઇ ઘેલાણી, દુષ્યંતભાઇ આશર નો સહયોગ મળ્યો છે.

નોનસ્ટોપ સંગીત સંધ્યામાં સોનલબેન ગઢવી, આસિતભાઇ સોનપાલ, ડોક્ટર્સ ગ્રૂપ, પ્રીતિબેન ભટ્ટ, કશ્યપભાઇ શુક્લ, કે.ઇ.એ.ગ્રૂપ, અલ્કાબેન સંઘવી/વન્સી પંડ્યા, સિમ્ફની ગ્રૂપ, મુરલીધર સ્કૂલ, જીનિયસ સ્કૂલ, ઉમાઝ મ્યુઝિક, કે.ઇ.એ.ગ્રૂપ, આર.એમ.સી. રિઝર્વ, કલ્પેશભાઇ ઉપાધ્યાય, સોનલબેન થાપા, સ્માઇલ કરાઓકે ગ્રૂપ, નિલયભાઇ ઉપાધ્યાય ગ્રૂપ,પરિમલભાઇ ઘેલાણી, દુષ્યંતભાઇ આશર/અશ્વિનીબેન મહેતા સહિતના કલાકારો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો