તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહિલાની એકલતાનો લાભ લઈ બે શખ્સે બીભત્સ માગ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાની એકલતાનો લાભ લઈ બે શખ્સે બીભત્સ માગ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેડતીથી કંટાળેલી મહિલાનો આપઘાતનો પ્રયાસ

બન્ને શખ્સો અવારનવાર છેડતી કરતા હોવાની રાવ

ગોંડલરોડ પરના આંબેડકરનગરમાં રહેતી મહિલાએ તેનો પતિ જેલમાં જતા બે શખ્સોએ એકલતાનો લાભ લઇ મહિલા પાસે બીભત્સ માગ કરી પરેશાન કરતા કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીનાર મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ગોંડલ રોડ પર એસ.ટી.વર્કશોપ પાછળના આંબેડકરનગરમાં રહેતા વિજયાબેન વિજયભાઇ રાઠોડે (ઉ.વ.35) શનિવારે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસે મહિલા પાસેથી સુસાઇડનોટ કબજે કરી હતી. વિજયાબેને સુસાઇડનોટમાં લખ્યું હતું કે, તેના પતિ હત્યાના ગુનામાં જેલમાં છે, પતિ વિજય જેલમાં જતા 150 ફૂટ રિંગ રોડ પર 25 વારિયામાં રહેતા દિનેશ કુંભાર અને આંબેડકરનગરમાં રહેતા પાર્થ ચતુર ગોહેલે વિજયાબેન પર નજર બગાડવાનું શરૂ કર્યું હતું.

વિજયાબેન તેના પુત્રને સ્કૂલે મુકીને ઘર જતા હોઇ ત્યારે દિનેશ કુંભાર તેમને આંતરીને છેડતી કરતો હતો. દિનેશના ત્રાસથી મહિલાએ તેના પુત્રની સ્કૂલ બદલાવી નાખી હતી અને પાર્થ ગોહેલ મહિલાના ઘરે જઇ બીભત્સ માગ કરતો હતો. વિજયાબેનની ફરિયાદ પરથી પોલીસે બંને સામે ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પાર્થ ગોહેલને બે દિવસ પૂર્વે એસઓજીએ તમંચા સથે પકડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો