તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આઠ જુગારી જબ્બે, બે શખ્સ નાસી છૂટ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઠ જુગારી જબ્બે, બે શખ્સ નાસી છૂટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરપોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડી આઠ શખ્સને ઝડપી લીધા હતા. રૈયાધાર મચ્છુનગર શાંતિનગર ગેટ પાસે રહેતો જયંતી રામજી વાઘેલા પોતાના ઘરમાં જુગાર રમાડતો હોવાની હકીકત મળતા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તીનપત્તીનો જુગાર રમી રહેલા જયંતી વાઘેલા, કાનજી વશરામ સોલંકી, હિરા ગોરા જાદવ અને મનીષ રાજુ ખીમસૂરિયાને ઝડપી લઇ રોકડા રૂ.7400 કબજે કર્યા હતા, તેમજ થોરાળાના ગોકુલપરામાં જાહેરમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી હરેશ ઉર્ફે ઢફો અશોક ખીમસૂરિયા, નરેશ રવજી ખીમસૂરિયા, વલ્લભ લક્ષ્મણ મકવાણા અને મનોજ મનુ પરમારને પકડી લઇ રોકડા રૂ.10650 જપ્ત કર્યા હતા.

પોલીસને જોઇ જુગાર રમી રહેલા વિજય દેવશી મકવાણા અને વિશાલ દિનેશ દેવીપૂજક નાસી ગયા હતા. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો