તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુંબઇ માટે દીપોત્સવી પર્વે હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇ માટે દીપોત્સવી પર્વે હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

વેસ્ટર્નરેલવે દ્વારા દીપોત્સવી પર્વને અનુલક્ષી ઓખા-બાંદ્રા વચ્ચે હોલિડે સ્પે. ટ્રેન 4 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી દોડાવાશે. પ્રતિ મંગળવારે ટ્રેન ઓખાથી સવારે 11:25 વાગ્યે ઉપડશે. રાજકોટ ખાતે સાંજે 4:20 વાગ્યે આવશે અને 4:25 વાગ્યે ઉપડશે, જે બાંદ્રા બુધવારે સવારે 6:15 વાગ્યે પહોંચશે. ટ્રેનનો નંબર 09562 રહેશે અને તેનું રિઝર્વેશન 15 ઓગસ્ટથી શરૂ થશે. હોલિડે સ્પે. ટ્રેનમાં 1 સેકન્ડ એસી, 8 સ્લીપર, 2 જનરલ તથા 2 લગેજ વાન મળી 13 કોચ લગાવાશે. ટ્રેનને દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, બોરિવલી ખાતે સ્ટોપ અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો