તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રિંગ તોડવા બહારના રાઇડ્સ સંચાલકોને મેળામાં બોલાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિંગ તોડવા બહારના રાઇડ્સ સંચાલકોને મેળામાં બોલાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફરી ફોર્મ ભરાવવા તંત્રના પ્રયાસને ‘નબળો’ પ્રતિસાદ, બે દી’માં માત્ર 11 ફોર્મ ભરાયા

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટનારેસકોર્સમાં યોજાનારા લોકમેળામાં ફરી ફોર્મ ભરાવવા તંત્રે આદરેલી કવાયતને ખૂબ ‘નબળો’ પ્રતિસાદ મળ્યો છે અને બે દિવસમાં માત્ર 11 ફોર્મ ભરાયાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીજીબાજુ યાંત્રિક આઇટમના વેપારીઓની સિન્ડિકેટ તોડવા અન્ય વિકલ્પ તરફ નજર દોડાવાયાનું જાણવા મળે છે.

લોકમેળામાં પ્લોટ માટે અરજીઓ કરનારા વેપારીઓએ વર્ષે ઓછી અરજીઓ આવતા સિન્ડિકેટ રચી ઊંચા ભાવ બોલતા હરાજી અટકાવી દેવામાં આવી હતી અને ફરી ફોર્મ ભરાવવાનો જુગાર તંત્રે ખેલ્યો હતો, પરંતુ તેને પાંખો પ્રતિસાદ મળતા બી-રમકડાં કોર્નરના 5, આઇસક્રીમ ચોકઠાના 5 અને યાંત્રિક આઇટમના પ્લોટના 1 ફોર્મ ભરાયા છે. આગામી 16 ઓગસ્ટને મંગળવારે રમકડાં અને ખાણીપીણીના સ્ટોલ, યાંત્રિક આઇટમના પ્લોટ અને આઇસક્રીમના ચોકઠાની હરાજી રાખવામાં આવી છે.

બીજીબાજુ યાંત્રિક રાઇડ્સના સંચાલકોએ તંત્રની દાદાગીરીના શરણે થવાનો ઇનકાર કરી ભાવ વધારા માટે દબાણ કરાય તો મેળાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતા વહીવટી તંત્રે પણ બીજા રાજ્યોમાં મેળામાં રાઇડ્સ મુકતા વેપારીઓ તરફ નજર દોડાવી છે અને તેમને લોકમેળામાં તેમની યાંત્રિક રાઇડ્સ મૂકવા આમંત્રણ પાઠવ્યાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો