તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાસરિયાંએ પચાવેલું મકાન, વાહન વિધવાને પરત આપવા કોર્ટનો હુકમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાંએ પચાવેલું મકાન, વાહન વિધવાને પરત આપવા કોર્ટનો હુકમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પતિના અવસાન પછી નણંદ, જેઠ, જેઠાણીએ ફોજીની વિધવાને મારકૂટ કરી મકાન હડપ કરી લીધું હતું

લીગલ રિપોર્ટર| રાજકોટ

નિવૃત્તફોજીના નિ:સંતાન વિધવા પત્નીને નણંદ, જેઠ સહિતના સાસરિયાંએ ઘરમાંથી કાઢી મૂકી મકાન સહિતની ચીજવસ્તુ પડાવી લેવાના કેસમાં અદાલતે અરજદાર વિધવાને તેના મકાન સહિતની વસ્તુઓ પરત કરવા તેમજ મકાન તાત્કાલિક ખાલી કરીને સોંપી આપવા અને અરજદારને રક્ષણ પૂરું પાડવા સંબંધિત પોલીસ મથકના અધિકારીને હુકમ કર્યો હતો. કોર્ટના હુકમ છતાં પોલીસે મદદ નહીં કરતાં પોલીસ સામે કાનૂની કાર્યવાહીના નિર્દેશ મળી રહ્યા છે.

હાલ વઢવાણમાં માવતર સાથે રહેતા નિ:સંતાન વિધવા કમળાબેનના પતિ જયેશભાઇ રાઠોડ સૈન્યમાંથી નિવૃત્ત થયા બાદ મળેલી રકમથી નાનામવા રોડ પર મેઘમાયાનગરમાં મકાન બનાવ્યું હતું. કમળીની ગાંઠથી 19 ઓક્ટોબર 2015 ના રોજ જયેશભાઇનું અવસાન થયું. પતિના મૃત્યુ પછી નણંદ વાલીબેન (વીણાબેન)અને જેઠ સહિતનાએ 30 નવેમ્બરે કમળાબેનને મારકૂટ કરી મકાન ઉપર કબજો કરી એક્ટિવા સ્કૂટર, પતિની પરવાનાવાળી રાઇફલ, સોનાનું પેન્ડેન્ટ અને મોબાઇલ ફોન પડાવીને કાઢી મૂક્યા હતા.

પોલીસે ફરિયાદ નહીં લેતા કમળાબેને નણંદ વીણાબેન ઉર્ફે વાલીબેન કમલેશભાઇ વાઘેલા (વીણાબેન પણ વિધવા છે), નણંદના પુત્ર સની , જેઠ કેશુભાઇ મગનભાઇ રાઠોડ, બે જેઠાણી લતાબેન કેશુભાઇ અને ગંગાબેન હરિભાઇ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી.

કેસમાં કમળાબેનના વકીલ કિરીટસિંહ જાડેજાએ કરેલી દલીલ,રજૂઆત ધ્યાને લઇને અદાલતે 11 ઓગસ્ટ 2016ના રોજ જાહેર કરેલા ચુકાદામાં અરજદારને તેનું મકાન સહિતની ચીજવસ્તુ તાકીદે પરત કરવા હુકમ કર્યો હતો.

કોર્ટના હુકમ છતાં PIએ કહ્યું, અમે કંઈ કરી શકીએ

કોર્ટેગુરુવારે બપોરે કરેલા હુકમ ઉપરાંત માલવિયાનગરના પીઆઇને હુકમનું પાલન કરવા અંગે કરેલા લેખિત હુકમ લઇને કમળાબેન તેના ભાઇ મનુભાઇને લઇને સાંજે 5 કલાકે માલવિયાનગર પોલીસ મથકે ગયા. ઓર્ડરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે,અરજદારને તેમના મકાનનો કબજો, સ્કૂટર, મોબાઇલ સહિતની ચીજવસ્તુ પરત અપાવી દેવી અને અરજદારને કોઇ ડખલ કરે માટે રક્ષણ પૂરું પાડવું તેમજ હુકમ મુજબ ચુસ્ત પાલન કરી તેની યાદી કોર્ટમાં રજૂ કરવી.બંદોબસ્તમાં ગયેલા પીઆઇ એમ.આર.ગોઢાણિયા સાંજે 7:00 કલાકે આવ્યા, કોર્ટના હુકમ વાચ્યા પછી પણ પીઆઇએ આમા અમે કંઇ કરી શકીએ, તમે જાતે મકાનમાં રહેવા જતા રહો તેમ રાતના 9:45 સુધી બેસાડી રાખ્યા. પોલીસની મદદ નહીં મળતા ભાઇ-બહેન રાતે વઢવાણ રવાના થઇ ગયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો