તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | નાબાર્ડદ્વારા જળ અભિયાન 2017 અન્વયે દેશમાં કુલ એક

રાજકોટ | નાબાર્ડદ્વારા જળ અભિયાન 2017 અન્વયે દેશમાં કુલ એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | નાબાર્ડદ્વારા જળ અભિયાન 2017 અન્વયે દેશમાં કુલ એક લાખ ગામોમાં જળ એજ જીવન વિષય પર જૂન મહિનામાં અભિયાન ચલલાવાયું હતું. જે અભિયાનના ભાગરૂપે રાજકોટ જિલ્લાના 500 ગામોમાં નાબાર્ડ દ્વારા મહિલા વિકાસ સેવા મંડળના સહયોગથી મે અને જૂન 2017 દરમિયાન કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે તા. 10 જુલાઇના રોજ રાજકોટ ખાતે ડી બ્રિફિંગ કાર્યક્રમ યોજાયો હતો. કામગીરીમાં બેન્કર્સ, સરકારી ખેતસવાડી ખાતાના અધિકારીઓ તેમજ નાબાર્ડના ડીજીએમ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. તકે સીઇઇના મનીશભાઇ તેમજ નાબાર્ડ ડીડીએમ પરમારે 40 જલહતો સાથે ચર્ચા કરી તેમના અનુભવો તથા તેમની ગ્રામ્ય લેવલની કામગીરીનું એનાલિસિસિ કરવામાં આવ્યું હતું. જેમાં 500 ગામોમાં ચેકડેમ રિપેર કરવા, નવા ચેકડેમ બનાવવા, તળાવ ઊંડા ઉતારવા, નવા તળાવ બનાવવા, ખેતી વિષયક તાલીમ આપવી સહિતનું એનાલિસિસ કરાયું હતું. નાબાર્ડના ડીજીએમ નાગેશ્વર રાવે નાબાર્ડની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ ખેડૂત ઉત્પાદક સંગઠન વિષયક વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી તેમજ ગ્રામ્ય વિસ્તારોના વધુને વધુ લોકો તેનો લાભ લે તેવો અનુરોધ કરાયો હતો. કાર્યક્રમના અંતે નાબાર્ડના ડીડીએમ પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ઉષાબેન કારિયા, માસ્ટર ટ્રેઇનર રાજેન કારિયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

નાબાર્ડ દ્વારા ‘જળ એજ જીવન’ અભિયાન અંતર્ગત ડી બ્રિફિંગ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...