તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોટક સાયન્સ કોલેજમાં હજુ 75 બેઠક ખાલી, વિદ્યાર્થી મળતા નથી

કોટક સાયન્સ કોલેજમાં હજુ 75 બેઠક ખાલી, વિદ્યાર્થી મળતા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનીએકમાત્ર વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજ કોટક સાયન્સ કોલેજમાં પાંચ મેરિટલિસ્ટ બહાર પડી ગયા બાદ પણ હજુ 75 બેઠક ખાલી રહી છે અને બેઠકો ભરવા હવે છઠ્ઠું મેરિટલિસ્ટ બહાર પાડવાની નોબત આવી પડી છે.

ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ બીએસસી અને કોમર્સમાં એડમિશન લેવા ભારે ધસારો થયો હતો. સાયન્સ ફેકલ્ટીમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન માટે ઓનલાઇન અરજી કરી હતી. કોટક સાયન્સ કોલેજમાં ગ્રૂપની 150 અને બી ગ્રૂપની પણ 150 મળી કુલ 300 બેઠકો હતી. પરંતુ પ્રવેશ માટે ધસારો જોતાં વાઇસ ચાન્સેલરે બંને ગ્રૂપમાં 50-50 બેઠકો વધારી આપી હતી. જો કે નીટનું પરિણામ આવ્યા બાદ બી-ગ્રૂપના ઊંચા મેરિટવાળા વિદ્યાર્થીઓએ ઇજનેરી વિદ્યાશાખા તથા ગ્રૂપના વિદ્યાર્થીઓ તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી લેતાં કોટક સાયન્સ કોલેજમાં પૂરતા વિદ્યાર્થીઓ ભરી શકાયા નથી. હવે ગુરુવારે છઠ્ઠું મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવશે.

એક સમયે પ્રવેશ માટે ધસારો થતાં 100 બેઠકો વધારવામાં આવી હતી

પાંચ મેરિટલિસ્ટ જાહેર થઇ ગયા, હવે છઠ્ઠું જાહેર થશે

ગ્રૂપમાં 36માંથી 6 અને બી ગ્રૂપમાં 68માંથી 17 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા

પાંચમામેરિટ લિસ્ટમાં ગ્રૂપમાં 36 વિદ્યાર્થીઓ અને બી ગ્રૂપમાં 68 વિદ્યાર્થીઓના નામની યાદી જાહેર કરી હતી. જેમાં ગ્રૂપમાં 36માંથી 6 અને બી ગ્રૂપમાં 68માંથી માત્ર 17 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતા.

જનરલકેટેગરીમાં 60 અને ઓબીસીમાં 55 ટકાએ એડમિશન અટક્યું

કોટકસાયન્સ કોલેજના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પાંચમા મેરિટ લિસ્ટમાં ગ્રૂપમાં જનરલ કેટેગરીમાં 59, બી ગ્રૂપમાં જનરલ કેટેગરીમાં 60 ટકાએ એડમિશન અટક્યું છે, જયારે ગ્રૂપમાં એસસી અને એસટીના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું છે, જ્યારે બી ગ્રૂપમાં એસસી-એસટીમાં 50 ટકા એડમિશન અટક્યું છે. તેમજ ઓબીસીમાં ગ્રૂપમાં 55 અને બી ગ્રૂપમાં પણ 55 ટકાએ પ્રવેશ અટક્યો છે.

અન્ય સમાચારો પણ છે...