તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાવજ પીંજરા બહાર હતો ત્યારે ઝૂમાં 16 સિક્યુરિટીમેન, અનેક મજૂરો મોજુદ હતા

સાવજ પીંજરા બહાર હતો ત્યારે ઝૂમાં 16 સિક્યુરિટીમેન, અનેક મજૂરો મોજુદ હતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટઝૂમાં ખૂંખાર ડાલામથો પીંજરાની બહાર નીકળી ગયો ત્યારે ઝૂની અંદર 16 સિક્યુરિટી મેન અને નજીકમાં બની રહેલા પક્ષીઓ માટેના નવા પીંજરાની જગ્યાએ અનેક મજૂરો કામ કરતા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પિંજરા બનાવવાનું કામ હીરાભાઇ ચૌહાણ અને આત્મીય કન્સ્ટ્રક્શન નામની બે એજન્સીને કામ અપાયું છે. તેમના સંખ્યાબંધ મજૂરો કામ કરે છે. ઉપરાંત ઝૂના અલગ અલગ પોઇન્ટ પર 16 સિક્યુરિટી ગાર્ડ સહિત 70 જણા મોજુદ હોવાનું જાણવા મળે છે. સિંહ બહાર નીકળી જતાં તમામ મજૂરોને ઝૂની બહાર મોકલી દેવાયા હતા. છેક 10:30 વાગ્યે પરત બોલાવાયા હતા.

☺અગાઉ દીપડો ભાગી ગયો હતો

આઠેકવર્ષ પહેલા તોફાની વરસાદ સાથે આવેલા વાવાઝોડામાં દીપડાનું પીંજરું ધરાશાયી થઇ ગયું હતું. પીંજરામાંથી દીપડો છટકીને બહાર નીકળી ગયો હતો. દીપડાએ એનિમલ કીપર ઉપર હુમલો કર્યો હતો. જો કે, એનિમલ કીપરે જીવ જોખમમાં મૂકીને દીપડાને પીંજરે પૂર્યો હતો.

કપિરાજપણ ભાગ્યા હતા

ચારેકવર્ષ પહેલા માર્કેટિંગ યાર્ડ પાછળ 3 ખૂંખાર વાંદરાએ 30 વ્યક્તિને બચકાં ભરી લીધા બાદ તેને કેદ કરી ઝૂમાં પૂરવામાં આવ્યા હતા. પરંતુ વાંદરા ત્યાંથી પણ ભાગી ગયા હતા.

કૂતરાંએપાંચ હરણનો જીવ લીધો હતો

થોડાસમય પહેલાં ઝૂમાં કૂતરાં રાંદરડા તળાવ બાજુની દીવાલના બાકોરામાંથી અંદર આવી હરણના પીંજરા સુધી આવી ગયા હતા અને પાંચ હરણને મારી નાખ્યા હતા.

નવા બની રહેલાં પીંજરાના રૂટ પર ડાલામથો પહોંચતા તમામ મજૂરોને ઝૂની બહાર સલામત રીતે મોકલી દેવાયા

રૂટ ઉપર પાંજરામાંથી બહાર નીકળી સાવજ અડધી કલાક ટહેલ્યો હતો.

હું હજુ પહોંચ્યો, ત્યાં તો ચારેબાજુ નાસભાગ ચાલતી હતી

ઝૂમાંસિંહના પાંજરાની નજીકમાં પક્ષીઓના પીંજરાનું બાંધકામ ચાલી રહ્યું છે. 70 જેટલા મજૂરો ત્યાં કામ કરે છે. હું લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં બાંધકામ સાઇટ પર પહોંચતો હતો. ઢાળ ચડીને ઉપર ચડ્યો સાથે મજૂરો બધા મુઠ્ઠીવાળીને દોડીને સામે આવતા હતા. બધાના ચહેરા ઉપર ફફડાટ હતો. મેં પૂછ્યું કે શું થયું, ત્યારે પ્રથમ તો એવી ખબર પડી કે દીપડો પીંજરામાંથી ભાગ્યો છે. બધાને ઝૂની બહાર ભાગી જવાની સૂચના ઓફિસમાંથી આવી છે, પણ પછીથી ખબર પડી કે, દીપડો નહીં પણ સિંહ પીંજરા બહાર ભટકે છે. છેક 10:30 વાગ્યા સુધી અમને ઝૂની કંપાઉન્ડ વોલ બહાર રાખ્યા. બાદમાં કામ પર પરત આવવા જવા દેવાયા. -સુરેશભાઇ કલરવાળા

અન્ય સમાચારો પણ છે...