• Gujarati News
  • National
  • કોરામાં કપાસ વાવી દેનારને નુકસાન થઈ શકે

કોરામાં કપાસ વાવી દેનારને નુકસાન થઈ શકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરામાં કપાસ વાવી દેનારને નુકસાન થઈ શકે
રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાયો એને કારણે આગોતરું વાવેતર કરેલો કપાસનો પાક નિષ્ફળ ગયાનું કૃણાલભાઈ ગાલા નામના ખેડૂતે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યંુ કે, આવું અનેક ખેડૂત સાથે થયું છે. સોરઠ પંથકમાં છૂટો છવાયો વરસાદ થતાં ખેડૂતોને થોડી રાહત મળી છે. કચ્છ પંથકમાં ખેતરોમાં કપાસના છોડ ઉગી નીકળ્યા છે પરંતુ જો વરસાદ ખેંચાશે તો પાક બદલવાની ફરજ પડશે. ભાવનગરમાં પંથકમાં કપાસનું આગોતરું વાવેતર 20 ટકા જ થયું હોવાથી મોટું નુકસાન નહીં થાય. પરંતુ અમુક ખેતરમાં કપાસિયા ફટાકિયા થઈ ગયા છેે એટલે ફરી વખત વાવેતર કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...