• Gujarati News
  • National
  • મનપાની નોકરીથી કંટાળી વધુ ચાર ઇજનેરોના રાજીનામા

મનપાની નોકરીથી કંટાળી વધુ ચાર ઇજનેરોના રાજીનામા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મનપામાં છેલ્લા કેટલાક સમયથી કામ સતત વધી રહ્યું હોવાથી અધિકારીઓને ફિલ્ડ અને ઓફિસમાં કામનું પ્રેસર રહે છે. અા પ્રેસરની સાથે સાથે પદાધિકારી અને ઉપર અધિકારીઓનું સતત મોનિટરિંગના કારણે ઇજનેરો નોકરી છોડી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વધુ ચાર ઇજનેરોએ રાજીનામા આપ્યા છે, તેમાંથી એક ઇજનેરનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના ડે. એક્ઝિક્યૂટિવ એન્જિનિયર ધોણિયાએ રાજીનામું આપતા તે મંજૂર કરાયું છે, જ્યારે પી.આર.ભટ્ટ, જી.જે. સુતરિયા અને ભરત વાંજાએ સ્વૈચ્છિક રાજીનામા મુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...