• Gujarati News
  • National
  • વધુ 26 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, વેપારીઓને 18 હજારનો દંડ

વધુ 26 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, વેપારીઓને 18 હજારનો દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક વિરુધ્ધ શરૂ કરેલા અભિયાનના ભાગરૂપે રાજકોટમાં ત્રણેય ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વધુ 26 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા વેપારીઓ પાસેથી 18 હજાર રૂપિયાનો વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સેન્ટ્રલ ઝોન કચેરીએ 28 પાન-માવાની દુકાનોમાં ચેકિંગ કરતા 2.5 કિલો પ્રતિબંધિત પાન-માવા, ફાકીનું પ્લાસ્ટિક મળી આવતા 4800 રૂપિયાનો વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોન કચેરીની ટીમે ગાંધીગ્રામ રોડ, રાધે હોટેલ રોડ, ધારા ગેસ રોડ, માધવ પાર્ક રોડ, ગોવર્ધન ચોક, બાલાજી હોલ રોડ, ખીજડાવાળો રોડ, પુષ્કરધામ રોડ, કાલાવડ રોડ ખાતેની 36 દુકાનોમાં ચેકિંગ કરતા 8 કિલો પ્લાસ્ટિક મળી આવતા રૂ.8850નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. ઇસ્ટ ઝોન કચેરીએ પાન ફાકીનું 4 કિલો, પ્લાસ્ટિકના ઝભલા 11 કિલો, ચાના કપ 400 નંગ મળી આવતા 5 હજારના વહીવટી ચાર્જની વસૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...