તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 1 થી 3 જુલાઇ રાજકોટમાં એસવીયુએમ 2018 અાંતરરાષ્ટ્રીય વેપાર મેળો યોજાશે

1 થી 3 જુલાઇ રાજકોટમાં એસવીયુએમ 2018 અાંતરરાષ્ટ્રીય વેપાર મેળો યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ઃ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર મેળો 1 થી 3 જુલાઇ એન.એસ.આઇ.સી.મેદાન, 80- ફિટ રોડ, આજી વસાહત રાજકોટમાં યોજાશે. 2 જુલાઇના સવારે 10 થી 1 વેપાર સંબંધી માહિતી આપતો સેમિનાર યોજાશે. મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત વેપાર-ધંધામાં વ્યક્તિ કેવી રીતે સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય કરી શકે તેના વિશેની માહિતી આ મેળામાં આપવામાં આવશે. અેક્ઝિબિશન કમિટી ચેરમેન મહેશ નગદીયાના જણાવ્યા મુજબ રાજકોટ અને સૌરાષ્ટ્ર એન્જિનિયરીંગ અને મેટલ ટેક્નોલોજીમાં ખુબજ સક્રિય છે ત્યારે અહીંના હજારો એકમો સંરક્ષણ ક્ષેત્રની જરૂરીયાતોના ઉત્પાદનમાં જોડાય અને ઉદ્યોગના વિકાસ સાથે દેશમાં કેવી રીતે સહભાગી બની શકે તે આ વેપાર મેળો પૂરવાર બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...