તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આંગણવાડીમાં ભૂલકાઓને અપાતી દાળમાં ધનેડાં જીવાત

આંગણવાડીમાં ભૂલકાઓને અપાતી દાળમાં ધનેડાં-જીવાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

આંગણવાડીમાં અપાતા ભાજનની ગુણવત્તા નબળી હોવાની સાથે સાથે તે બિનઆરોગ્યપ્રદ પણ હોય છે. વોર્ડ નં.13ના કોર્પોરેટરે આંગણવાડીમાં અપાતા ભોજનની ગુણવત્તા ચકાસણી માટે આંગણવાડીની મુલાકાત લીધી હતી. આંગણવાડીની મુલાકાત દરમિયાન ભૂલકાઓને અપાતી દાળમાં ધનેડા અને જીવાત જોવા મળી હતી. પાણી અને લોટ મિક્સ કરી શીરો બનાવી દેવામાં આવ્યો હતો. પાણીનો ટાંકો વર્ષોથી સાફ ન થયો હોય તેવો ગંધાતો હતો, અમુક જગ્યા પર ખુલ્લા વાયરો પણ જોવા મળ્યા હતા.

વોર્ડ નં.13ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે, આંગણવાડી 118 ઘટક 2, 113, 127, 130 116 અને 114 આ આંગણવાડીમાં કેન્દ્રમાં રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં નાના નાના ભૂલકાઓને જે આરોગ્યપ્રદ ભોજન આપવાની સરકાર વાતો કરે છે તે આરોગ્યપ્રદ નહીં પણ જીવાત અને ધનેડાથી ભરપૂર છે. જે ખોરાક પશુ પણ ન ખાય તેવો ખોરાક બાળકોને આપવામાં આવે છે. આ અંગે તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...