તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | વીમાનું વળતર મેળવવાની એક અરજીમાં ગ્રાહક ફોરમે વીમા

રાજકોટ | વીમાનું વળતર મેળવવાની એક અરજીમાં ગ્રાહક ફોરમે વીમા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વીમાનું વળતર મેળવવાની એક અરજીમાં ગ્રાહક ફોરમે વીમા કંપનીની તરફેણમાં ચુકાદો આપી 70 વર્ષથી ઉપરની વ્યક્તિ વીમા પોલિસીની શરતો મુજબ વળતર મેળવવા હક્કદાર ન હોવાનું જણાવ્યું છે. કેસની વિગત મુજબ, ભીખુભાઇ ટપુભાઇ કથીરિયા નામના ખાતેદાર ખેડૂતે 1-1 લાખની કુલ બે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં પોલિસી ઉતરાવી હતી. દરમિયાન ભીખુભાઇનું અકસ્માતમાં મત્યુ નીપજતાં તેમના વારસદારોએ વીમાનું વળતાર મેળવવા ફરિયાદ કરી હતી અને સાથે જન્મ તારીખનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. કેસ ચાલતા જન્મ તારીખનું સર્ટિ. ખોટું હોય વિશેષ તપાસમાં મૃતકનું આધારકાર્ડ, પીએમ રિપોર્ટ, પોલીસ પેપર્સ તેમજ હોસ્પિટલ રેકર્ડમાં તેમની ઉંમર 75 હોવાનું સાબિત થતા ક્લેમ ડિસમિસ કરવા વીમા કંપનીના એડવોકેટ પી.આર.દેસાઇએ રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ ગ્રાહક ફોરમે વીમા કંપનીની તરફેણમાં ચુકાદો આપી ફરિયાદીની ફરિયાદ રદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...