તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | કોટડાસાંગાણીના રાજપરામાં ત્રણ દિવસ પૂર્વે ઇજાગ્રસ્ત હાલતમાં મળી

રાજકોટ | કોટડાસાંગાણીના રાજપરામાં ત્રણ દિવસ પૂર્વે ઇજાગ્રસ્ત હાલતમાં મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કોટડાસાંગાણીના રાજપરામાં ત્રણ દિવસ પૂર્વે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવકે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. રાજપરા ગામે રહેતો સાગર સુરેશભાઇ કુમારખાણિયા (ઉ.વ.25) ગત તા.24ના બપોરે રાજપરા નજીક ભાડવાના પુલ પર બાપા સીતારામ મંદિર નજીક રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને બુધવારે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને એક બહેનમાં નાનો સાગર ઘટનાના દિવસે શાપર કામેથી આવ્યા બાદ જમીને ફાકી ખાવા નીકળ્યો હતો બાદમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન મળી આવ્યો હતો. કોઇ વાહનની ઠોકરે સાગર ચડી ગયો હતો કે અન્ય કોઇ રીતે ઇજા થઇ હતી તે જાણવા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...