તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • GSTમાં રિવર્સ ચાર્જ મુલતવી રખાતા હજારો વેપારીઓને રાહત

GSTમાં રિવર્સ ચાર્જ મુલતવી રખાતા હજારો વેપારીઓને રાહત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીમાં વધુ એક વખત રિવર્સ ચાર્જનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી નાના વેપારીઓને રાહત મળશે. જો આ નિર્ણય અમલમાં આવ્યો હોત તો નાના ઉદ્યોગો અને વેપારીઓની કમર તૂટી જાત. આ નિર્ણયને નાના વેપારીઓએ આવકાર્યો છે. રાજકોટમાં નાના અને મોટા બન્ને ધંધાર્થીને આ નિર્ણયથી રાહત મળવાની સંભાવના છે. કારણ મોટા વેપારીઓ અનરજિસ્ટર્ડ વેપારી પાસેથી ખરીદી ચાલુ રાખી શકશે. આગામી 30 સપ્ટેમ્બર પછીના સમયે હવે રિવર્સ ચાર્જ લાગુ પડશે. હાલમાં અત્યારે ટ્રાન્સપોર્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ એમ બે જ સેવા પર રિવર્સ ચાર્જ લાગે છે. હાલમાં જોગવાઈ મુજબ રોજના 10 હજાર કે તેથી વધુ રકમની ખરીદી અને ખર્ચા પર રિવર્સ ચાર્જ લાગુ થાય છે. આ જોગવાઈ બાદ રિવર્સ ચાર્જ મુલતવી રાખવાનો નિર્ણય વધુ રાહત સમાન છે. ટેક્સ કન્સલ્ટન્ટ દીપક ચેતાના રિવર્સ ચાર્જ મિકેનિઝમના નિયમથી સૌથી વધુ પ્રભાવિત થનાર વ્યવસાય જોબવર્કમાં સ્ટેશનરીનો વ્યવસાય,ચાના ધંધાર્થી ગણાવી શકાય. કારણ કે, આ વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ નાના અને કારીગર વર્ગ છેે. જેનું ટર્નઓવર ખૂબ જ ઓછું હોય છે.માટે તેઓ જીએસટી નંબર લેવાથી આવતા એકાઉન્ટ અને અન્ય ખર્ચા તેઓ ખમી શકે એમ નથી હોતા.પરિણામે તેઓ જીએસટી નંબર લેવાનું ટાળે છે અને આવા જોબવર્કરોનો ખર્ચ આમની પાસેથી ખરીદી કરનાર રજિસ્ટર્ડ વેપારીના શિરે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...