તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૌરાષ્ટ્ર યુનિ.માં 5 વર્ષના ડેવલપમેન્ટ પ્લાનની ચર્ચા

સૌરાષ્ટ્ર યુનિ.માં 5 વર્ષના ડેવલપમેન્ટ પ્લાનની ચર્ચા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી વર્ષે નેકની ટીમ આવનાર છે ત્યારે નેક અને એનઆઇઆરએફ(નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફ્રેમ વર્ક)ના સંદર્ભમાં બુધવારે કમિટીના 21 સભ્યોની મહત્ત્વની બેઠક યોજાઇ હતી અને તેમાં આગામી 5 વર્ષનું પ્લાનિંગ નક્કી કરવામાં આવ્યું હતું.

ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ જણાવ્યું હતું કે, આવનારા પાંચ વર્ષ માટે યુનિવર્સિટી પોતાના ડેવલપમેન્ટ માટે શું પ્લાનિંગ કરે છે તેનું સમગ્ર આયોજન અને માહિતી કેસીજી તથા હાયર એજ્યુકેશનને આપવાની છે, તેમજ નેકના મૂલ્યાંકન માટે આગામી વર્ષે ટીમ આવનાર છે અને એનઆઇઆરએફમાં પણ અપગ્રેડ થવા પ્રયાસો ચાલી રહ્યા હોય તેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ બાબતે શું આયોજન છે, રિસર્ચને વધારવા માટે શું પ્લાનિંગ છે, કેમ્પસ ફેસિલિટીમાં કયાં પ્રકારના ફેરફારો કરાશે, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેના માટે અને અધર સ્ટેટના વિદ્યાર્થીઓ માટે શું આયોજન છે, લાઇબ્રેરી અપગ્રેડેશન માટેનું પ્લાનિંગ સહિતની બાબતો માટે આગામી પાંચ વર્ષના પ્રોજેક્શન તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી અને તમામ સંલગ્ન ડિપાર્ટમેન્ટને તેની કામગીરી લાગી જવા આદેશ કરાયો હતો.

આ બેઠકમાં રજિસ્ટ્રાર ડો.ધીરેન પંડ્યા, આઇક્યુએસી સેલના ડાયરેક્ટર ડો.આલોક ચક્રવાલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...