તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાર ચોરનાર જામનગરના શખ્સને SOG એ ઝડપ્યો

કાર ચોરનાર જામનગરના શખ્સને SOG એ ઝડપ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કાલાવડ રોડ પરથી 21 દિવસ પૂર્વે થયેલી કાર ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ એસન્ટ કાર લઇને શંકાસ્પદ હાલતમાં પસાર થયેલા જામનગરની પટેલ કોલોનીમાં રહેતા નિલેષ કિશોર કટારિયા (ઉ.વ.45)ને એસઓજીની પીએસઆઇ હિતેન્દ્રસિંહ રાણા સહિતના સ્ટાફે અટકાવી પૂછપરછ કરતાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો. નિલેષે કાલાવડ રોડ પરના એવરેસ્ટપાર્કમાં રહેતા પ્રકાશભાઇ નારાયણદાસ કેસરિયાની એસન્ટ કાર ગત તા.5ના કાલાવડ રોડ પર ડ્રીમ પોઇન્ટ નામની પાનની દુકાન પાસેથી ચોરી કરી ફેરવતો હતો.

અગાઉ પણ રાજકોટના આઇસક્રીમના વેપારીની કાર હંકારી ગયો હતો અને વેપારી જામનગર પહોંચતા કાર રેઢી મૂકીને નાસી ગયો હતો. એકલો રહેતો નિલેષ મોજશોખ માટે કાર ચોરી કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...