તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા મનપાના નવ નિયુક્ત અધિકારીઓનું અભિવાદન

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા મનપાના નવ નિયુક્ત અધિકારીઓનું અભિવાદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકામા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ શહેર ના પ્રથમ નાગરિક (મેયર) તરીકે બીનાબેન આચાર્ય, ડે. મેયર તરીકે અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તેમજ સાથે રાજકોટ - 70 ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહેલ. શાસક પક્ષ નેતા તરીકે દલસુખભાઈ જગાણી, દંડક તરીકે અજયભાઈ પરમાર તેમજ પાર્ટી દ્વારા વિવિધ 15 સમિતીઓના ચેરમેન તેમજ વાઈસ ચેરમેન તરીકે નિમણુક આપવા બદલ ગૂર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આગેવાનો દ્વારા સન્માન તેમજ ફૂલહાર કરાયું હતું . પાર્ટી ના દરેક આગેવાનોઅે આભાર વ્યક્ત કર્યો હતો. આ સન્માન મા ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ સમિતી, શ્યામ વાડી ટ્રસ્ટ, શ્યામ મંદિર સમિતી, બોર્ડિંગ સમિતી, વિદ્યાર્થી સમિતી તેમજ જ્ઞાતિ વિવિધ સમિતી અને જ્ઞાતિ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...