તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ખંઢેરી નજીકથી વધુએક દારૂના જથ્થા ભરેલી ટ્રક પોલીસે

રાજકોટ | ખંઢેરી નજીકથી વધુએક દારૂના જથ્થા ભરેલી ટ્રક પોલીસે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ખંઢેરી નજીકથી વધુએક દારૂના જથ્થા ભરેલી ટ્રક પોલીસે ઝડપી લીધી હતી. રાજકોટના બૂટલેગરે મગાવેલો રૂ.34 લાખનો દારૂ નિયત સ્થળે પહોંચે તે પૂર્વે પડધરી પોલીસે ઝડપી લઇ સૂત્રધારની શોધખોળ શરૂ કરી હતી. રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં રહેતા ચંદ્રેશ બ્રાહ્મણ અને ખંઢેરીના રણજીત આહીરે મગાવેલો વિદેશીદારૂનો જથ્થો ખંઢેરીમાં ઉતરવાનો છે તેવી હકીકત મળતાં પડધરીના પીએસઆઇ કોડિયાતર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને ખંઢેરી નજીકથી નિયત વર્ણન વાળી ટ્રક પસાર થતાં જ પોલીસે તેને અટકાવી હતી. પોલીસને જોતા જ બે શખ્સો ટ્રકમાંથી નાસી ગયા હતા જ્યારે ટ્રકચાલક પંજાબના પરમેન્દ્રસિંઘ ઠાકુરને ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકની અંદરથી રૂ.34,63,920નો 13488 બોટલ દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.54,70,770નો મુદ્દામાલ જપ્ત કરી રાજકોટના ચંદ્રેશ ઉર્ફે કાળુ, ખંઢેરીના રણજીત, નાસી છૂટેલો ટ્રકચાલક હરિયાણાના સૂરજ અને પ્રિયાંક નામના શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...