તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટની એ.એમ.પી.સરકારી લો કોલેજમાં બીજા અને ત્રીજા વર્ષમાં

રાજકોટ | રાજકોટની એ.એમ.પી.સરકારી લો કોલેજમાં બીજા અને ત્રીજા વર્ષમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટની એ.એમ.પી.સરકારી લો કોલેજમાં બીજા અને ત્રીજા વર્ષમાં જગ્યા ખાલી હોવા છતાં એડમિશન ન અપાતા વિદ્યાર્થીઓમાં ભારે દેકારો બોલી ગયો છે ત્યારે મંગળવારે એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓ કોલેજ પર દોડી ગયા હતા અને ખાનગી કોલેજોને ફાયદો કરાવવાની ઇન્ચાર્જ આચાર્યની નીતિનો વરોધ કરી એડમિશન આપવા રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન વિદ્યાર્થી નેતાઓ અને ઇન્ચાર્જ આચાર્ય વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. યુવક કોંગ્રેસના ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે એ.એમ.પી. લો કોલેજમાં બીજા અને ત્રીજા વર્ષમાં એડમિશન અપાતા ન હોવાના અને પ્રથમ વર્ષમાં એક ડિવિઝન ઘટાડી દેવાના મુદ્દે મંગળવારે ઇન્ચાર્જ આચાર્ય પ્રકાશ કાગડાને રજૂઆત કરવામાં આવી હતી અને ખાનગી લો કોલેજોને ફાયદો કરી વિદ્યાર્થીઓને એડમિશન નહીં અપાય તો એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ ચુપ નહીં બેસી રહે તેમ આકરા શબ્દોમાં તાકીદ કરવામાં આવી હતી. આ સમયે 8 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન માટે આવ્યા હોય તેમને અને બીજા અને ત્રીજા વર્ષમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓને સાથે રાખી બુધવારે કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેને રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...