તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | જૂનાગઢના લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતા દીપક મનસુખભાઇ સૂચક

રાજકોટ | જૂનાગઢના લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતા દીપક મનસુખભાઇ સૂચક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જૂનાગઢના લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતા દીપક મનસુખભાઇ સૂચક સામે ખાધાખોરાકીનો કેસ ચાલી જતાં અદાલતે 620 દિવસની સજા ફટકારતો હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, રાજકોટના સાધુવાસવાણી રોડ પર પિયરમાં રહેતી શીતલ નામની પરિણીતાને પતિ દીપક, જેઠ નિલેશ અને સાસુ હંસાબેને ત્રાસ ગુજારી કાઢી મૂકી હતી. જેથી શીતલબેને પતિ સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવ્યાં બાદ ફેમિલી કોર્ટમાં ખાધાખોરાકી વગેરે મેળવવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી પૂરી થઇ જતાં અદાલતે જૂનાગઢ સ્થિત પતિ દીપકને મકાન ભાડું, શારીરિક માનસિક ત્રાસ અને અરજી ખર્ચ પેટે રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો, પરંતુ કોર્ટની અવગણના કરી પતિ દીપકે પત્નીને કોઇ રકમ નહીં ચૂકવતા ચડત 2.39 લાખની રકમ મેળવવા શીતલબેને ફરી અરજી કરી હતી. અરજીની સુનાવણી બાદ અદાલતે જૂનાગઢ સ્થિત પતિ દીપક સૂચકને દોષિત માની 620 દિવસની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદપક્ષે અમિત એસ.ભગત રોકાયા છે.

અન્ય સમાચારો પણ છે...