તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | શહેર પોલીસે વિદેશી દારૂ અંગે જુદા જુદા ત્રણ સ્થળે

રાજકોટ | શહેર પોલીસે વિદેશી દારૂ અંગે જુદા-જુદા ત્રણ સ્થળે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેર પોલીસે વિદેશી દારૂ અંગે જુદા-જુદા ત્રણ સ્થળે દરોડા પાડી 41 બોટલ દારૂ સાથે ત્રણને ઝડપી લીધા હતા. ગંજીવાડામાં પીટીસી ગ્રાઉન્ડની દીવાલ પાસે દારૂ હોવાની હકીકત મળતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી રૂ.3600ની કિંમતનો 9 બોટલ દારૂ જપ્ત કરી તપાસ કરતાં દારૂ ગંજીવાડામાં રહેતા શાહરુખ હાજી હિંગળોજાનો હોવાનું ખૂલતાં તેની શોધખોળ શરૂ કરી હતી. કુવાડવા રોડ પર દીવાલિયાપરા નજીક સ્કૂટર પર નીકળેલા નવાગામના સંજય રણછોડ ગાબુને અટકાવતા સ્કૂટરમાંથી રૂ.3600ની કિંમતનો 12 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને સ્કૂટર સહિત કુલ રૂ.30600નો મુદ્દામાલ જપ્ત કરી સંજયની ધરપકડ કરી હતી. ઘંટેશ્વર 25 વારિયામાં દરોડો પાડી પોલીસે બનારસ અંગ્રેજીયાભાઇ ચૌહાણ અને બ્રિજરાજસિંહ વિજયસિંહ ઝાલાને ઝડપી લઇ રૂ.6 હજારનો 20 બોટલ દારૂ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...