તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | જંકશન રેલવે સ્ટેશન એ મુખ્ય સ્ટેશન છે. રોજ

રાજકોટ | જંકશન રેલવે સ્ટેશન એ મુખ્ય સ્ટેશન છે. રોજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જંકશન રેલવે સ્ટેશન એ મુખ્ય સ્ટેશન છે. રોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવન -જાવન કરે છે.આમ છતાં અહીં એક પણ સિટી બસ સ્ટેન્ડ નહીં હોવાથી મુસાફરોને તકલીફ પડી રહી છે.તો અહીં બસ સ્ટેન્ડ બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સે મહાનગરપાલિકાને રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, રેલવે સ્ટેશને સ્થાનિક ટ્રાન્સપોર્ટની એક માત્ર વ્યવસ્થા રિક્ષા છે. જેનો રિક્ષાચાલકો લાભ લઈ રહ્યા છે અને મુસાફરો પાસેથી વધુ ભાવ વસૂલે છે ત્યારે જંકશન રેલવે સ્ટેશનમાં સિટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવે અને ત્યાંથી ટ્રેનોના સમય મુજબ સિટી બસની વ્યવસ્થા શરૂ થાય તો મુસાફરોને પડતી અનેક મુશ્કેલીમાં રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...