તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) હસ્તકના 54 ગામોમાં

રાજકોટ | રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) હસ્તકના 54 ગામોમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) હસ્તકના 54 ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે ખાસ નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ માટે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી રૂ.301 કરોડ અને રાજ્ય સરકાર અને રૂડા પોતાના ફંડમાંથી રકમ એકત્ર કરી યોજના બનાવવામાં અાવશે. આ માટે રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ તમામ કામગીરી આગળ વધશે. રૂડાના સીઇઓ પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, રૂડાના ગામો માટે સરકારે 25 એમએલડી પાણી આપ્યું છે. આ પાણી વિતરણ કરવા માટે 400 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલ તેનો ડીપીઆર બની રહ્યો છે જે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ કામગીરી ચાલુ થશે.

અન્ય સમાચારો પણ છે...