તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિંગતેલમાં ડબ્બે રૂ.20નો ઘટાડો, કઠોળ સ્થિર

સિંગતેલમાં ડબ્બે રૂ.20નો ઘટાડો, કઠોળ સ્થિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂ અને કપાસ બજારમાં અંડરટોન મજબૂત, આવકમાં વધારો

સૌરાષ્ટ્રમાંમગફળીની આવક વધતા ખાદ્યતેલ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. સિંગેતલ લૂઝમાં ઘટાડો થતા ટેક્સ પેઇડ ડબ્બે રૂ.20નું ગાબડું પડ્યું હતું. કઠોળ બજારમાં ઊંચા ભાવના કારણે ખરીદી નહીંવત રહેતા ભાવ સ્થિર હતા, જ્યારે રૂ-કપાસ બજારમાં અંડરટોન મજબૂત હતો.

સિંગતેલ લૂઝ રૂ.15 ઘટતા ભાવ 1210-1215 થયા હતા. લૂઝના ઘટાડાના પગલે ટેક્સ પેઇડ 15 લિટરના ડબ્બે રૂ.20નો ઘટાડો થયો હતો. 15 લિટર નવા ટીનનો ભાવ 1950 બોલાતો હતો. કપાસિયા તેલ રિફાઇન ટીન 15 કિલો 1160-1180 અને 15 લિટરનો ભાવ 1085-1090 ઉપર સ્થિર હતો. રાજકોટ ડિસેમ્બર એરંડા વાયદો રૂ.3970 ઉપર ખુલી ઉપરમાં 4008 થઇ ઘટી 3947 થયો હતો અને અંતે રૂ.3972 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે હાજરનો ભાવ 3680 બોલાતો હતો. ગુજરાત સાઇડ 42 હજાર ગુણી અને સૌરાષ્ટ્રમાં 1700 ગુણી એરંડાની આવકે ભાવ અનુક્રમે 725-740 અને 685-725 રહ્યા હતા. દિવેલ 765 હતું. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં નવા કપાસની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ 30 હજાર મણ કપાસની આવક રહી હતી. જનરલ ભાવ 900-1262 બોલાતો હતો. નવા કપાસના રૂ.900-1140 અને જૂના કપાસની 1200-1268ના ભાવે હરાજી થઇ હતી. સૌરાષ્ટ્રમાં મુખ્ય આવક હળવદમાં 20 હજાર મણ, રાજકોટમાં 4000 મણ, વાંકાનેરમાં 3000 મણ રહી હતી. રૂમાં ભાવ સ્થિર હતા, જૂના રૂના 46000-47000 અને નવા રૂના ભાવ 44000-45000 બોલાતા હતા.

અન્ય સમાચારો પણ છે...