તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ લોકસભા બેઠકની સમીક્ષા કરતું ભાજપ

રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ લોકસભા બેઠકની સમીક્ષા કરતું ભાજપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

લોકસભાની ચૂંટણીની તૈયારના ભાગરૂપે ભાજપના આગેવાનો લોકસભા બેઠક વાઇઝ કાર્યકરોને મળી રહ્યા છે. પ્રદેશની ટીમ સાંસદોએ કરેલી કામગીરીની સમીક્ષા કરવા સ્થાનિક કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યા છે. ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા રાજકોટમાં સુરેન્દ્રનગર, કચ્છ અને રાજકોટના કાર્યકરોને મળ્યા હતા.

ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા સૌરાષ્ટ્રના પ્રવાસે છે. શુક્રવારે સાંજે હેમુ ગઢવી હોલમાં ત્રણ સંસદીય મતક્ષેત્ર રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છના મુખ્ય કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ ટીમ પોરબંદર, જૂનાગઢ અને જામનગર લોકસભા ક્ષેત્રના કાર્યકરોને મળવા માટે 5 ઓક્ટોબરે સવારે ધોરાજીમાં મુકામ કરશે અને ત્યાં પણ સ્થાનિક કાર્યકરોને મળશે અને ભાજપના સાંસદોની સક્રિયતા અને કામગીરી અંગે ચર્ચા કરશે.

આજે ત્રણેય બેઠકના મુખ્ય કાર્યકરો સાથે આગેવાનોનો સંવાદ
અન્ય સમાચારો પણ છે...