તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot ચેક રિટર્ન કેસમાં મહિલાને 1 વર્ષની સજા, દંડ

ચેક રિટર્ન કેસમાં મહિલાને 1 વર્ષની સજા, દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેક રિટર્ન કેસમાં આણંદ રહેતી હિરલબેન રિપલ પટેલને અદાલતે દોષિત જાહેર કરી એક વર્ષની સજા અને રૂ.1 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે અને જો દંડની રકમ ન ભરે તો વધુ એક મહિનાની સજાનો આદેશ કર્યો છે. કેસની વિગત મુજબ, રાજકોટમાં આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા મિલનભાઇ બાબુભાઇના મહિલા આરોપી સંબંધી થતા હોય સંબંધના નાતે રૂ.31 લાખ આપ્યા હતા. જેની સામે મહિલા આરોપીએ બે ચેક આપ્યા હતા, પરંતુ તે ચેક વસૂલાયા વગર પરત ફરતા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દરકાર નહીં કરતાં મિલનભાઇએ એડવોકેટ પીયૂષ જે. કારિયા મારફત ફરિયાદ કરી હતી. કોર્ટમાં આરોપી સામેના પુરાવાઓને ધ્યાને રાખી અદાલતે સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...