તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot 8.50 લાખના ચેક રિટર્ન કેસમાં વેપારીને કોર્ટનું સમન્સ

8.50 લાખના ચેક રિટર્ન કેસમાં વેપારીને કોર્ટનું સમન્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં પ્રવીણ મેન્યુફેક્ચરના નામથી સબમર્શિબલ પંપનો વેપાર કરતા મુકેશ ધીરૂભાઇ પટેલ સામે રૂ.8.50 લાખનો ચેક રિટર્ન થયા અંગેની ફરિયાદ નોંધાતા અદાલતે આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇશ્યૂ કર્યું છે. કેસની વિગત મુજબ, કોઠારિયા રોડ, રામનગર-1માં અક્ષર ઇન્ડસ્ટ્રીઝના નામથી હાર્ડવેરનો વેપાર કરતાં હંસરાજભાઇ કલાભાઇ ગજેરા પાસેથી આરોપીએ માલસામાનની ખરીદ કરી હતી. જે રકમનો આપેલો ચેક પરત ફર્યો હતો. નોટિસ આપવા છતાં રકમ નહીં ચૂકવતા અંતે હંસરાજભાઇએ એડવોકેટ અમિત એસ.ભગત દ્વારા કોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે કોર્ટે હાજર થવા સમન્સ ઇશ્યૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...