તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શાસ્ત્રી મેદાનની ડિઝાઇનના કારણે બસ સ્ટેન્ડ સ્થળાંતરની પ્રક્રિયા ટલ્લે ચડી

શાસ્ત્રી મેદાનની ડિઝાઇનના કારણે બસ સ્ટેન્ડ સ્થળાંતરની પ્રક્રિયા ટલ્લે ચડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંએરપોર્ટ કક્ષાના બસપોર્ટનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કર્યાને 3 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી ઇંટ પણ મુકાઇ નથી. વર્તમાન એસટી બસ સ્ટેન્ડને શાસ્ત્રીમેદાન ખાતે સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ હજુ મંજૂરીના કારણે ટલ્લે ચડી રહી છે.

શહેરમાં 154 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક બસપોર્ટ નિર્માણ થનાર છે. નવા બસ સ્ટેન્ડની કામગીરી ચાલે ત્યાં સુધી હંગામી ધોરણે વર્તમાન ડેપોને શાસ્ત્રીમેદાન અને માધાપર ચોકડી ખાતે સ્થળાંતર કરવાનું નક્કી કરાયું છે, પરંતુ બસ સ્ટેન્ડના સ્થળાંતર આડે એક પછી એક વિઘ્નો આવતા ખાતમુહૂર્તના 3 મહિના થયા છતાં હજૂ સુધી સ્થળાંતર કરાયું નથી.

એસટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું કે, શાસ્ત્રીમેદાન ખાતે બસ સ્ટેન્ડના સ્થળાંતરની ડિઝાઇન વડી કચેરીમાં મોકલી દેવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ તરત સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરાશે. અંદાજિત 15મી ઓગસ્ટ સુધીમાં એસટી ડેપો શાસ્ત્રીમેદાન અને માધાપર ચોકડી એમ બે જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે. નોંધનીય છે કે, નવા બસ સ્ટેન્ડને અદ્યતન બનાવવા માટેનો કરોડો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે. પરંતુ, સ્થળાંતર થાય ત્યાં સુધી તમામ કામગીરી અટકીને પડી છે.

અન્ય સમાચારો પણ છે...