તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બજરંગવાડીના રાજીવનગરમાં મચ્છરજન્ય રોગચાળો, 300 કેસ

બજરંગવાડીના રાજીવનગરમાં મચ્છરજન્ય રોગચાળો, 300 કેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

બજરંગવાડીપાસે આવેલા રાજીવનગરમાં છે. શંકાસ્પદ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના એક પછી એક સંખ્યાબંધ કેસ દેખાતા વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી આગેવાનોની ટીમ આરોગ્ય શાખાના સ્ટાફ સાથે વિસ્તારમાં દોડી ગઇ હતી. બે મોબાઇલ ડિસ્પેન્સરી અને આરોગ્ય અધિકારી દ્વારા ડોર ટુ ડોર સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મચ્છરજન્ય 300થી વધુ કેસ બહાર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના વોર્ડ નં.2માં આવેલા બજરંગવાડીના સર્કલ પાસેના રાજીવનગરમાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના આગેવાનોએ આરોગ્ય શાખાને જાણ કરી હતી. આરોગ્યની ટીમ સાથે વિસ્તારમાં જઇ સફાઇ ઉપરાંત માંદગીના બિછાને પડેલા લોકોની સારવાર શરૂ કરાવી હતી. ડોર ટુ ડોર સરવેનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન ચિકનગુનિયા અને ડેન્ગ્યુના લક્ષણો હોય એવા 300થી વધુ કેસ બહાર આવ્યા હોવાનું વિપક્ષી નેતાનું કહેવું છે. આરોગ્યલક્ષી કામગીરીમાં બે મોબાઇલ ડિસ્પેન્સરી, 6 અધિકારી, સેનેટરી ઇન્સ્પેક્ટરો સહિતની ટીમને કામે લગાડવામાં આવી છે.

94 સ્થળેથી મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યું

મનપાનીઆરોગ્ય શાખાએ જારી કરેલા અઠવાડિક રિપોર્ટમાં સામાકાંઠે આવેલી રાજારામ સોસાયટી અને વોર્ડ નં.1માં આવેલા ઇન્દિરાનગરમાં કુલ 2 વ્યક્તિને ડેન્ગ્યુ પોઝિટિવ થયો હોવાનું સત્તાવાર નોંધાયું છે. દરમિયાન કહેવાતી પ્રી-મોન્સૂન કામગીરીમાં 22693 સ્થળે ચેકિંગ કરવામાં આવતા 94 સ્થળેથી મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યું હતું. તમામ સ્થળે આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

મહાપાલિકાની આરોગ્ય શાખા સાથે કોંગ્રેસની ટીમ કામે લાગી

અન્ય સમાચારો પણ છે...