તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે માટે ઝુંબેશ

વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે માટે ઝુંબેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

ગાંધીનગરખાતે ચૂંટણીપંચ અને તમામ જિલ્લા કલેક્ટરો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે માટે ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી હતી. તેમજ દિવ્યાંગ મતદારો માટે માઇક્રો લેવલ આયોજન કરવા ચર્ચા વિચારણાના અંતે જણાવાયું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઇલેક્ટ્રોરોલ કેવી રીતે મજબૂત રાખવાનું તે મુદ્દે ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી જેમાં મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ આવે તે માટે સ્વીપના કાર્યક્રમો વધારવા જણાવાયું હતું. તેમજ રાજકોટમાંથી મોરબી જિલ્લો જુદો થયા બાદ મતદારોને એ.સી.વાઇઝ છૂટા પાડવાની કાર્યવાહી પૂરી થઇ છે તેમાં કોઇ સુધારો હોય તો તે કરવા જણાવાયું હતું. જો કે, રાજકોટ અને મોરબી જિલ્લામાં કામગીરી પૂરી થઇ ગયાનું કલેક્ટરે જણાવ્યું હતું. કામગીરીથી ઇ.પી. રેશિયોમાં સુધારો થશે. ડિસેબલ માટે બૂથ વાઇઝ માઇક્રો લેવલ પર પ્લાનિંગ કરવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...