• Gujarati News
  • National
  • ઓવરસીઝ બેંકની સાધુવાસવાણી શાખા બંધ

ઓવરસીઝ બેંકની સાધુવાસવાણી શાખા બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયનઓવરસીઝ બેંકની સાધુવાસવાણી રોડ પરની શાખા અાગમી એક સપ્તાહમાં બંધ કરવાનુ બેંક મેજેનમેન્ટે જાહેર કર્યું છે.

બ્રાંચ બંધ થતા અંગે ધારાસભ્ય રાજગુરુએ બેંકના રિજિયોનલ મેનેજરને પત્ર લખી બ્રાંચ ચાલુ રાખવા માગ કરી છે.

ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ ઇન્ડિયન ઓવરસીઝ બેંકના રિજિયોનલ મેનેજરને પત્ર લખી જણાવ્યું છે કે, સાધુ વાસવાણી રોડ પર થોડા દિવસ પહેલાં શરૂ થયેલી બ્રાંચ 15 માર્ચથી બંધ કરવાનું નક્કી કરાયું છે. જે દુ:ખદ છે, ટુંકા સમયમાં બ્રાંચમાં લોકોએ વિશ્વાસ કરી લાખો રૂપિયાની થાપણ મૂકી છે, હવે બ્રાંચ સ્થળાંતર થશે તો તેમને હાલાકી થશે. ઘર અને ઓફિસથી નજીક હોવાથી બેંકમાં ખાતા ખોલાવ્યા હોય છે.

પરંતુ હવે તે અન્ય સ્થળે સ્ળાંતર થશે તે યોગ્ય નથી. નિર્ણય ફેરફાર થાય તે પ્રકારની કામગીરી કરવા અનુરોધ છે.

અન્ય સમાચારો પણ છે...