તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | જસદણ તાલુકાના બોઘરાવદર ગામે પતિ સાથે ખેતમજૂરી કરતી

રાજકોટ | જસદણ તાલુકાના બોઘરાવદર ગામે પતિ સાથે ખેતમજૂરી કરતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જસદણ તાલુકાના બોઘરાવદર ગામે પતિ સાથે ખેતમજૂરી કરતી મધ્યપ્રદેશની પરિણીતા કુસુમ રાજેશ ગણાવાએ બુધવારે ગામની સીમમાં ખડમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ટૂંકી સારવારમાં તેણીનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ પોલીસ ચોકીની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, કુસુમના બે વર્ષ પહેલા રાજેશ સાથે લગ્ન થયા હતા. પતિ બોઘરાવદર ગામે ખેતમજૂરી કરતો હોય હજુ 10 દિવસ પહેલાં જ ત્રણ મહિનાના દીકરા સાથે વતનમાંથી જસદણ પતિ પાસે આવી હતી. ત્યારે કુસુમે પરત વતનમાં જવાની પતિને વાત કરતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી જેનું માઠું લાગતાં પગલું ભરી લીધાનું તપાસમાં ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...