તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાલાવડ રોડ સ્વિમિંગ પૂલ 1 જુલાઇથી રિપેરિંગ માટે બંધ

કાલાવડ રોડ સ્વિમિંગ પૂલ 1 જુલાઇથી રિપેરિંગ માટે બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

કાલાવડ રોડનો મહર્ષી દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ રિપેરિંગ માટે 1 જુલાઇથી એક માસ સુધી બંધ રાખવામાં આવશે. પૂલમાં લીકેજ, પ્લાન્ટમાં ક્ષતિઓ સહિતની ફરિયાદ હતી. આ પૂલમાં નવા પ્લાન્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં 60 લાખ રૂપિયાના ખર્ચ થવાનો અંદાજે છે. એજન્સીને 60 લાખના ખર્ચે નવો પ્લાન્ટ નાખવાની સાથે તેની જાળવણીની કામગીરી પણ સોપાશે. પ્લાન્ટ ખરાબ થઇ જવાથી પાણી ફિલ્ટર થતુ઼ ન હતું અને સ્વિમિંગ માટે આવતા સભ્યોને આંખમાં બળતરા સહિતની ફરિયાદ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...