તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોપાલ ડેરીમાંથી મુક્ત કરાયેલાં 22 બાળકો કાલે વતન રવાના થશે

ગોપાલ ડેરીમાંથી મુક્ત કરાયેલાં 22 બાળકો કાલે વતન રવાના થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની ગોપાલ ડેરીમાં બાળમજૂરી કરતા 22 બાળકોને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે છોડાવ્યા હતા. આ બાળકોને હવે પોત પોતાના રાજ્યોમાં મોકલવાની કામગીરી આરંભાઇ ગઇ છે.

રાજકોટની સૌથી મોટી ડેરી અને જિલ્લા દૂધ ખરીદ વેચાણ સંઘની ગોપાલ ડેરીમાં જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, ચાઈલ્ડ લાઈન અને પોલીસ સહિતના વિભાગોએ દરોડો પાડતા પેકેજિંગ વિભાગમાં ગેરકાયદે મજૂરી કરવા રાખેલા 22 બાળકો મળી આવ્યા હતા. વિભાગે આ તમામ બાળકોનો કબજો લઇને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા હતા. બાળકોની પૂછપરછ કરીને તે ક્યાં રાજ્યમાંથી આવે છે તે તપાસ કરીને હવે જે તે બાળકને તેના મૂળ વતન પહોંચાડવાની તૈયારી કરી દેવાઈ છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર આ બાળકોને રવાના કરવા માટે ગુરુવારની ટિકીટ આવી ગઇ છે. 7 બાળકો બિહારના રહેવાસી છે તેમને ત્યાં છોડવામાં આવશે. આ સિવાય ઉત્તરપ્રદેશના 6, પશ્ચિમ બંગાળના સૌથી વધુ 8 બાળકો તેમજ રાજસ્થાનના એક બાળકને પોત પોતાના વતન મોકલવામાં આવશે. આ તમામ બાળકોની સાથે પોલીસ જશે અને જે તે રાજ્યની ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને બાળકોનો કબજો સોંપીને પરત આવશે. ચાઈલ્ડ વેલફેર કમિટી પછી બાળકોને સ્પેશિયલ ચિલ્ડ્રન હોમમાં મોકલવા કે પછી પરિવારને કબજો આપવો તે નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...