તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બસો ભરી ભરી ભક્તો સારંગપુર રવાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસો ભરી-ભરી ભક્તો સારંગપુર રવાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘બાપા’ તમારા વગર કેમ રહીશું ? હરિભક્તો રડી પડ્યા

સ્વામિ. મંદિરે શોકભર્યા દૃશ્યો, હરિભક્તોએ અશ્રુભીની આંખે બાપાના સંભારણા વાગોળ્યા

પ્રગટબ્રહ્મસ્વરૂપ પૂ. પ્રમુખ સ્વામીજી મહારાજ બ્રહ્મલિન થયાના સમાચાર મળતા હજારો હરિભક્તો શોકમગ્ન બની ગયા હતા. કાલાવડ રોડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે થોડીવારમાં હજારો હરિભક્તો એકત્ર થવા લાગ્યા હતા. અનેક ભક્તો રડી પડ્યા હતા. મહિલાઓ ભાવુક થઇ ગઇ હતી. મંદિરમાં અખંડ ધૂન શરૂ કરી દેવામાં આવી હતી. રાજકોટથી બીજા 5 હજાર કરતા વધુ હરિભક્તો આજે રવિવારે સવારે સારંગપુર રવાના થશે.

સ્વામિનારાયણ મંદિરના સભાગૃહ-પરિસરમાં ઢળતી સાંજે હજારો ભાવિકો એકત્ર થઇ ગયા હતા. દરેકના ચહેરા પર શોક હતો. આંખોમાં આંસુ હતા. જેમને લાડથી અને માનથી ‘બાપા’ કહેતા એમના હવે સદેહે ક’દી દર્શન નહીં થાય, એમની અમૃતવાણી સાંભળવા નહીં મળે, એમનો હેતભર્યો ધબ્બો હવે ખાવા નહીં મળે, વ્યથા-વિચારે હરિભક્તોની આંખો રડી પડી હતી. હજારોની ઉપસ્થિતિ છતાં મંદિર પરિસરમાં શાંતિ હતી. એક મહિલા ભાવુકે જ્યારે એમ કહ્યું કે ‘બાપા તમારા વગર હવે કેમ રહેશું ω’ ત્યારે ઉપસ્થિત સહુની આંખો ભરાઇ આવી હતી.

પૂ. પ્રમુખ સ્વામીના બ્રહ્મલિન થયાના સમાચાર મળતા પૂ. કોઠારી સ્વામી, પૂ. અપૂર્વ મુનિ વિગેરે સારંગપુર જવા નીકળી ગયા હતા. શનિવારે રાત્રે 500 થી વધુ કાર્યકરો મંદિરના દરવાજે મૂકવામાં આવેલી બસો દ્વારા સારંગપુર જવા રવાના થયા હતા. હરિભક્તોએ પૂ. પ્રમુખ સ્વામીની રાજકોટની મુલાકાતોના સંભારણા વાગોળી તેમના પ્રાર્થના સભા અને અહોભાવની લાગણી વ્યક્ત કરી હતી.

બાપાની વિદાયથી શોકમગ્ન બનેલા અનેક હરિભક્તો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. કાલાવડ રોડ પર સ્વામી. મંદિર ખાતે વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું.

રાજકોટનું મંદિર અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજ

રાજકોટમાં એક ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવાનું પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સ્વપ્ન હતું. કાલાવડ રોડ પર બનેલું મંદિર શિલ્પ-સ્થાપત્યના બેનમૂન નમૂના સમાન છે. મંદિર નિર્માણમાં ‘બાપા’ના આશીર્વાદ સાથે માર્ગદર્શન મળતું રહેતું. નવેમ્બર-1998માં મંદિર ખુલ્લું મુકાયું ત્યારે પૂ. પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટ પધાર્યા હતા. હરિકૃષ્ણ મહારાજ અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય નગરયાત્રા નીકળી હતી. હજારો લોકો ‘બાપા’ના દર્શન માટે રસ્તા પર આવી ગયા હતા. ઠેર-ઠેર પુષ્પવૃષ્ટિ થઇ હતી. તા. 28 નવેમ્બરના રોજ નિમિત્તે રેસકોર્સ મેદાનમાં યોજાયેલી ધર્મસભામાં સૌરાષ્ટ્રના ગામે-ગામથી બે લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ‘બાપા’ને રાજકોટ ઉપર વિશેષ પ્રેમ હતો. સ્વામિનારાયણ મંદિરમાં તેઓ શ્રીહરિની મૂર્તિનું પૂજન કરતા ત્યારે દિવ્ય દૃશ્યો સર્જાતા. ‘બાપા’ની તબિયત નાજુક થયા બાદ પણ રાજકોટ આવતા ત્યારે તેઓ વ્હિલચેરમાં બેસીને ભક્તોને દર્શન આપતા હતા. દિવ્ય દૃશ્યો અને દિવ્ય દિવસો હવે માત્ર સંભારણા રૂપે રહેશે. પ્રમુખ સ્વામી મહારાજની વિદાયના સમાચાર મળતા રાજકોટમાં સેંકડો હરિભક્તો બાપા સાથેના સંભારણા વાગોળતા ગમગીન બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો