તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ ગટગટાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ ગટગટાવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તબીબે ફી લીધી નહીં, ઉપર જતા પાંચ હજાર આપ્યા અને બીજી હોસ્પિટલમાં રીફર કરી દીધાનો આરોપ

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

જંગલેશ્વરમાંરહેતા મહિલાએ શનિવારે બપોરે પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. કેન્સરના ઓપરેશનમાં તબીબે લાપરવાહી દાખવતા પતિની હાલત નાજુક થઇ ગઇ હતી અને પોલીસે કોઇ કાર્યવાહી નહીં કર્યાના આરોપ સાથે મહિલાએ પગલું ભર્યું હતું.

જંગલેશ્વરમાં રહેતા હવાબેન અબ્દુલભાઇ કુરેશી (ઉ.વ.45) શનિવારે બપોરે પોલીસ કમિશનર કચેરીમાં ધસી આવ્યા હતા અને ફરિયાદ નિવારણ સેલમાં જઇ ફિનાઇલ પી લેતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મહિલા પાસેથી સુસાઇડનોટ મળી આવી હતી. સુસાઇડનોટમાં લખ્યું હતું કે, તેમના પતિ મજૂરી કામ કરે છે, જડબામાં કેન્સર હોવાનું નિદાન થતા ડો.ટોલિયાની હોસ્પિટલમાં અબ્દુલભાઇનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, ઓપરેશન વખતે તબીબે લાપરવાહી દાખવતા મગજની નસ ડેમેજ થઇ ગઇ હતી. લાપરવાહી છુપાવવા તબીબે ફી લીધી નહોતી અને ઉપર જતા રૂ.5 હજાર આપી લેન્ડમાર્ક હોસ્પિટલમાં રીફર કરી દીધા હતા. હોસ્પિટલમાં થનારો ખર્ચ પણ પોતે ઉપાડશે તેવું ઓપરેશન કરનાર તબીબે કહ્યું હતું, પરંતુ બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા અને કુરેશી પરિવારને દોઢેક લાખનો ખર્ચ ઉપાડવો પડ્યો હતો.

હાલમાં અબ્દુલભાઇની તબિયત લથડી છે અને તેમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અગાઉ હવાબેનના દિયર રજાકભાઇએ ત્રણેક વખત ડો.ટોલિયાની વિરુધ્ધમાં પોલીસમાં અરજી કરી હતી, પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતા અને પતિની હાલત સતત કથળતી જતા તેની ચિંતામાં હવાબેને પગલું ભર્યું હતું. પોલીસે હવાબેન પાસેથી સુસાઇડનોટ કબજે કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બનાવને પગલે ચકચાર મચી ગઇ હતી.

તબીબે લાપરવાહી દાખવતા મહિલાના પતિની હાલત બગડી’તી

એસ્ટ્રોન ચોકમાં આવેલી હોસ્પિટલના ડો.ટોલિયાએ હવાબેન કુરેશીએ કરેલા આક્ષેપ અંગે જણાવ્યું હતું કે, અબ્દુલભાઇ કુરેશીની સારવારમાં તબીબી દૃષ્ટિકોણથી કોઇ ક્ષતિ રહી નથી, અગાઉ પણ તેમણે આક્ષેપ કર્યા હતા ત્યારે નિષ્ણાત તબીબો પાસે પણ બાબતની ખરાઇ કરાવવામાં આવી હતી અને અબ્દુલભાઇનું ઓપરેશન યોગ્ય રીતે થયાનું સ્પષ્ટ નિદાન થયું હતું. હવાબેન તેમના કોઇ અંગત કારણોસર આક્ષેપ કરતા હોઇ તેવું લાગી રહ્યાનું અંતમાં ડો.ટોલિયાએ ઉમેર્યું હતું.

સારવારમાં કોઇ ક્ષતિ રહી નહોતી, ડો.ટોલિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો