તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હોકી, ફૂટબોલ અને બાસ્કેટ બોલના ગ્રાઉન્ડના કામ 17.25% નીચા ભાવે અપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોકી, ફૂટબોલ અને બાસ્કેટ બોલના ગ્રાઉન્ડના કામ 17.25% નીચા ભાવે અપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટીમાં શનિવારે એસ્ટેટ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં સિન્થેટિક હોકી ટફ ગ્રાઉન્ડ, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, સિન્થેટિક ટેનિસ કોર્ટ અને અપગ્રેડેશન ઓફ બાસ્કેટ બોલ ગ્રાઉન્ડના કામ માટેના ટેન્ડર ઓનલાઇન મગાવવામાં આવ્યા હતા અને ચર્ચા-વિચારણાના અંતે 17.25 ટકા નીચા ભાવે રૂ.5.23 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું, તેમજ કેમ્પસ પર રૂ.5000ના માસિક ભાડાથી અમૂલ પાર્લર શરૂ કરવા મંજૂરી આપવા ઠરાવાયું હતું.

કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલી એસ્ટેટની બેઠકમાં રિનોવેશન ઓફ ટોઇલેટ બોક્સના ટેન્ડર મગાવવામાં આવ્યા હતા અને 17.68 ટકા નીચા ભાવે રૂ.10.29 લાખનો ખર્ચ અનેે લાઇટ, માઇક, ડેકોરેશન અને તેને લગતી આનુસંગિક આઇટમોના વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ માટે સર્વાનુમતે દોશી ઇલેક્ટ્રિક ડેકોરેશનનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું, તેમજ હેડ વોટર ટેન્કના કામ માટે 2.21 ટકા નીચા ભાવે રૂ.24,12,646 મંજૂર કરવામાં આવ્યા હતા. કેમ્પસ પર કેબલ નેટવર્ક ટ્રેન્ચ અને આનુસંગિક કામના કોન્ટ્રાક્ટ માટે 19.77 ટકા નીચા ભાવ સાથે રૂ.3,20,920 નો ખર્ચ મંજૂર કરાયો હતો.કેમ્પસ પર નવીનીકરણ, સમારકામ, સુધારાવધારા અને સારસંભાળનો કોન્ટ્રાક્ટ 13.25 ટકા નીચા ભાવે રૂ.5.24 કરોડમાં અાપવાની મંજૂરી આપવામાં આવી હતી, તેમજ યુનિવર્સિટી પર હવે ગ્રીન બિલ્ડિંગનો કન્સેપ્ટ ધ્યાનમાં રાખીને નવા બાંધકામો કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

સૌ. યુનિ.માં શનિવારે એસ્ટેટ કમિટીની બેઠકમાં 10.85 કરોડના વિકાસકામો મંજૂર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો