તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બે દિવસમાં ગરમીનો પારો 34 ડિગ્રી પહોંચવાની શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે દિવસમાં ગરમીનો પારો 34 ડિગ્રી પહોંચવાની શક્યતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનાં 14 શહેરોમાં ગરમીનો પારો ઊંચકાયો

વરસાદનીગેરહાજરીને કારણે રાજકોટ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. તેમજ આગામી બે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટમાં ગરમીનો પારો વધીને 34 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે. જેથી શહેરમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે. જયારે આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

શનિવારે શહેરમાં દિવસ દરમિયાન ધુપ-છાવનું વાતાવરણ રહેતાં લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. રાજકોટનું મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 33.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું હતું. જો કે, સાંજ પડતાં શરૂ થયેલાં પવનોને કારણે શહેરમાં ઠંડકનું પ્રમાણ વધ્યું હતું. તેમજ આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ ત્રણ દિવસ સુધી શહેરમાં ડસ્ટ સ્ટ્રોમ અને થંડર સ્ટ્રોમની શક્યતા હવામમાન વિભાગે વ્યકત કરી છે.

શનિવારે રાજકોટની સાથે રાજ્યનાં 14 શહેરોમાં ગરમીનો પારો 31 ડિગ્રી પાર કરી ગયો હતો. જેના કારણે લોકોએ ગરમી અને બફારાનો અહેસાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો