તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લો કોલેજોમાં 44 અધ્યાપકોની ભરતી માટે તંત્રની લીલીઝંડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લો કોલેજોમાં 44 અધ્યાપકોની ભરતી માટે તંત્રની લીલીઝંડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને ભરતીની પ્રક્રિયા હાથ ધરવા સૂચના

રાજ્યનીગ્રાન્ટેડ લો કોલેજોમાં ભરતી માટે 2014માં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ મંજૂરી આપી દીધા બાદ શિક્ષણ વિભાગની મંજૂરી લેવાના બદલે સમગ્ર પ્રકરણ અભેરાઇ પર ચડાવી દીધાની ઘટના પરથી દિવ્ય ભાસ્કરે પડદો ઉઠાવતા અધિકારીઓના મનઘડંત વહીવટની પોલ ખુલી પડી ગઇ હતી અને અંતે શિક્ષણ ‌વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી પંકજ જોશીએ 44 અધ્યાપકોની ભરતી માટે મંજૂરી આપી આગળની પ્રક્રિયા હાથ ધરવા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને આદેશ કર્યો છે.

રાજ્યની મોટાભાગની ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રિન્સિપાલ અને અધ્યાપકોની મોટાભાગની જગ્યાઓ ખાલી છે અને ઘણા વર્ષોથી મોટાભાગની કોલેજો એક કે બે અધ્યાપકોથી ચલાવવામાં આવતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ અનેક વખત અધ્યાપકોની ખાલી જગ્યા ભરવા આદેશ કર્યો હોવા છતાં શિક્ષણ વિભાગના હિત ધરાવતા તત્વો દ્વારા તે સૂચના ધ્યાન પર લેવાઇ હતી.

પ્રશ્નને દિવ્ય ભાસ્કરે વાચા આપતા શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી પંકજ જોશીએ તાત્કાલિક સમગ્ર પ્રકરણની વિગતો મગાવી હતી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં 44 અધ્યાપકોની ભરતી માટે મંજૂરી આપી સમગ્ર પ્રકરણ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને મોકલી આપ્યાનું શિક્ષણ ‌વિભાગના ઉપસચિવ નિકુંજ જાનીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભરતી પ્રક્રિયાનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી અધ્ધરતાલ હતો.

ઇબીસી નાબૂદ થતા 15 ઓગસ્ટની ભરતીની જાહેરાત જીપીએસસીએ અટકાવી

ગુજરાતપબ્લિક સર્વિસ કમિશન(જીપીએસસી) દ્વારા 15 ઓગસ્ટે હિસાબી અધિકારી(મહાનગરપાલિકા), જિલ્લા યુવા વિકાસ અધિકારી, સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના મદદનીશ પ્રાધ્યાપકોની ભરતીની જાહેરાત 15 ઓગસ્ટના રોજ પ્રસિધ્ધ કરવાની હતી જે બિનઅનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો માટેની અનામત જગ્યાઓ મુદ્દે હાઇકોર્ટના ચુકાદા પછી કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરવાની થતી હોવાથી જાહેરાત પ્રસિધ્ધ કરવાનું હાલ મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો