તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નેશન ફર્સ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશન ફર્સ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતના70મા સ્વાતંત્ર પર્વની 15મી ઓગસ્ટના દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઉજવણી માટે ગુજરાતમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. લોકોમાં દેશભાવના પ્રગટે તે માટે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક રાષ્ટ્રધ્વજ વિતરણનું આયોજન કરાયું છે.

રાજકોટમાં રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ 14મી ઓગસ્ટના શહેરના અલગ અલગ વિસ્તારોમાં થશે. જેમાં કિસાનપરા ચોક ખાતે સાંજે 5 થી 7, પેડક રોડ, હનુમાનજી મંદિર પાસે સવારે 10.30 થી 12, દેવપરા ચોકમાં સાંજે 6 થી 8 અને કોટેચા ચોકમાં સાંજે 6 થી 8 દરમિયાન કરવામાં આવશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ અર્પણ કરાયો હતો. જેમાં નેશન ફર્સ્ટના નિખીલભાઇ બારભાયા, ગોરા ત્રિવેદી, વનરાજ ગરૈયા, જયેશ જાની, પ્રશાંત લાઠિગરા, જતીન સંઘાણી, પરેશ ખોખર, જગદીશભાઇ ગજ્જર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. નેશન ફર્સ્ટ ફાન્ડેશન દ્વારા 14મી ઓગસ્ટના ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લા મથકોમાં નિ:શુલ્ક રાષ્ટ્રધ્વજ અર્પણ કરાશે. નેશનલ ફર્સ્ટના પાંચ સંકલ્પોમાં ભારત માતા મંદિર, શહિદ સ્મૃતિ વન, જોય ઓફ ગીવિંગ, માતા જીજાબાઇ સંસ્કાર કેન્દ્ર, બાળ શિવાજી ફોજ, ભારત જાગો અભિયાન છે. સંસ્થાના કાર્યમાં શહેરની અલગ-અલગ સામાજિક સંસ્થાઓ પણ વર્ષે સહભાગી બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો