તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શિક્ષિકાના 10 હજારની મતાના પર્સની ચીલઝડપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષિકાના 10 હજારની મતાના પર્સની ચીલઝડપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પર્સમાં બે મોબાઇલ, રૂ.600 સહિતની મતા હતી

કોઠી કંપાઉન્ડ પાસે બનેલી ઘટના, બે શખ્સ સામે ગુનો નોંધાયો

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

શહેરનાકોઠી કંપાઉન્ડ પાસે શિક્ષિકાના હાથમાંથી રૂ.10 હજારની મતા સહિતનું પર્સ ઝૂંટવી બે શખ્સો બાઇકમાં પલાયન થઇ ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

હંસરાજનગરમાં રહેતા અને વાંકાનેરની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા મીનાબેન રમણીકલાલ કાપડી (ઉ.વ.43) શુક્રવારે રાત્રે 10.15 વાગ્યે તેમના ભાણેજ બ્રિજેશ દેસાણીના એક્ટિવા પાછળ બેસીને બહેનના ઘર તરફથી તેમના ઘર તરફ જવા નીકળ્યા હતા. કોઠી કંપાઉન્ડ પાસે ચાલક બ્રિજેશ દેસાણીએ અેક્ટિવા ધીમું કરતાં એક શખ્સ ધસી આવ્યો હતો અને શિક્ષિકા મીનાબેનના હાથમાં રહેલું પર્સ ઝૂંટવી લીધું હતું. પર્સ ઝૂંટવી ભાગેલો શખ્સ આગળ ઊભેલા બાઇકચાલકની પાછળ બેસી ગયો હતો અને બંને નાસી ગયા હતા.

ચીલઝડપને પગલે બ્રિજેશ અને મીનાબેને બૂમાબૂમ કરી હતી, પરંતુ લોકો મદદે આવે તે પહેલા બંને શખ્સો બાઇકમાં નાસી ગયા હતા. ચીલઝડપ થયેલા પર્સમાં બે મોબાઇલ, રોકડા રૂ.600, રેલવે મુસાફરીનો પાસ મળી કુલ રૂ.10 હજારની મતા હોવાનું મીનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શહેરની ખરીદી બજાર સહિતના વિસ્તારમાં ગીરદીનો લાભ લઈ સમડી પર્સ, મોબાઈલ, ચેન સહિતની ચિલઝડપ કરી હવામાં ઓગળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો