તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોઠારિયા એનિમલ હોસ્ટેલમાં પણ ઢોર મૂકવા માલધારીઓ સહમત, નવા 100 ઢોર આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઠારિયા એનિમલ હોસ્ટેલમાં પણ ઢોર મૂકવા માલધારીઓ સહમત, નવા 100 ઢોર આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંથીરખડતાં ઢોરની સમસ્યા હવે કોઇપણ ભોગે જડમૂડથી કાઢવા માટે મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ મક્કમ નિર્ધાર કર્યો છે. રોજના 300થી વધુ ઢોર પકડીને તંત્ર સપાટો બોલાવી રહ્યું છે ત્યારે માલધારીઓ પણ હવે રહી રહીને શાનમાં સમજી ગયા હોય તેમ ઢોરને એનિમલ હોસ્ટેલમાં મૂકવા સહમત થવા લાગ્યા છે. રોણકી બાદ હવે કોઠારિયાની એનિમલ હોસ્ટેલમાં પણ નવા ઢોરનો પ્રવેશ થઇ રહ્યો છે. નવા 100 ઢોર આવ્યા છે અને હજુ 450થી વધુ ઢોર નવા આવશે.

મનપાએ શહેરની ચારેય દિશામાં એનિમલ હોસ્ટેલ માટે કરોડો રૂપિયાની જમીન ફાળવી છે. શેડ, લાઇટિંગ અને ઘાસચારો રાખવા સહિતની સુવિધા પણ મનપાએ આપી છે. આમ છતાં ઢોરમાલિકો એકયા બીજા બહાના કાઢીને ઢોર ત્યાં મોકલતા હતા. ઊલટાનું મનપાના સ્ટાફ ઉપર હુમલો કરવા તંત્ર પણ હવે સામે આક્રમક બન્યું છે. છેલ્લે તાજેતરમાં સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક રૈયાધાર તરફ જતા રસ્તે ઢોરમાલિકો પથ્થરમારો કરીને ઢોર છોડાવી ગયાની ઘટના બાદ મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ એવો સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, જે કોઇ આડા આવે તેના ઘરમાં ઘૂસીને ઢોર પકડી આવો. કમિશનરના મોરલ સપોર્ટથી મનપાએ બમણાજોરે ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે. રોજના 300થી વધુ ઢોર પકડાવા લાગતાં સમજુ ઢોરમાલિકો ઢોર એનિમલ હોસ્ટેલમાં મૂકવા માટે સહમત થવા લાગ્યા છે. ચારેક દિવસ પહેલા ભોમેશ્વર, રેલનગર, જંક્શન વિસ્તારના માલધારી આગેવાનોએ મહાપાલિકાના તંત્રવાહકો સાથે મિટિંગ કરી ઢોર એનિમલ હોસ્ટેલમાં મૂકવા માટે ફોર્મ ભર્યા હતા. ઢોર મોકલવાની શરૂઆત પણ કરી દીધી હતી.

રોણકી બાદ હવે કોઠારિયા એનિમલ હોસ્ટેલમાં પણ ઢોર મોકલવાની શરૂઆત થઇ ચૂકી છે. કોઠારિયામાં નવા 100 ઢોરનો પ્રવેશ થયો છે અને હજુ પણ નવા ઢોરની આવક ચાલુ છે. નવા ઢોર સાથે હવે હાલમાં 330 ઢોર કોઠારિયા એનિમલ હોસ્ટેલમાં આશ્રય લઇ રહ્યા છે.

કેવડાવાડી શેરી નં.8 અને 23માં ઢોર પકડવા ગયેલા મનપાના સ્ટાફને સ્થાનિક અમુક માથાભારે માલધારીઓએ ગાળો ભાંડી હતી. 15મી ઓગસ્ટના કાર્યક્રમના અનુસંધાને એસઆરપી બંદોબસ્ત મળવાના કારણે પૂરતી સુવિધાના અભાવે મનપાનો સ્ટાફ ગાળો ખાઇને ખાલી હાથે પરત ફર્યો હતો. કેવડાવાડીમાં ઢોરની સમસ્યા વકરતી જાય છે. અમુક શેરીઓમાંથી તો નીકળી પણ શકાતું નથી. મ્યુનિ. કમિશનર વિસ્તારમાં રૂબરૂ આવીને ધોકો પછાડે એવી માગણી રહેવાસીઓએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો